Connect Gujarat
સુરત 

સુરત: વરસાદી સીઝનના પગલે વાયરલ ફીવરના કેસોની સંખ્યામાં વધારો

X

સુરતમાં વરસાદી સીઝનના પગલે ખાનગી, સરકારી અને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હાલ વાયરલ ફીવરના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વાયરલ ફીવરના કારણે હોસ્પિટલો દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ રહી છે.

સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે. પરંતુ સુરતમાં મેઘરાજાની છૂટી છવાઈ ઇનિંગના પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વાયરલ ફીવરના કેસો સામે આવી રહ્યા છે. જેમાં સુરતની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ, સુરત નવી સિવિલ હોસ્પિટલ અને શહેરની ખાનગી હોસ્પિટલો ઉપરાંત ક્લિનિકમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિત વાયરલ ફીવરના કેસો વધુ આવી રહ્યા છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ 50 જેટલા કેસ વાયરલ ફીવરના આવી રહ્યા છે. જેના કારણે શરદી, ખાંસી, તાવ સહિતની ફરિયાદવાળા દર્દીઓની સંખ્યા વધી છે. નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં વાયરલ ફીવર સારવાર માટે આવતા લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ પ્રતિદિવસ વાઇરલ ફિવરના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વરસાદી માહોલના કારણે વાતાવરણમાં આવેલા પલટાને લઈ આ સમસ્યા ઉદ્દભવી હોવાનું કારણ તબીબો આપી રહ્યા છે. જો કે સમયસર સારવાર અને આરામ મળી રહે તો વાયરલ ફીવર સામે જલ્દીથી જલ્દી સાજા પણ થઈ શકાય છે.

Next Story