સુરત : વિસ્પી ખરાડીએ 261 કિલોના સ્ટીલના થાંભલાને 1.07 સેકન્ડ સુધી પકડીને નોંધાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

સુરતના સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતીય એથ્લીટ વિસ્પી ખરાડીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે,

New Update
  • ભારતીય એથ્લીટ વિસ્પીની વધુ એક સિદ્ધિ

  • વિસ્પી સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા

  • વિસ્પી ખરાડીએ નોંધાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

  • વિસ્પી ખરાડીના નામે થયો 17મો રેકોર્ડ

  • અટારી બોર્ડર પર બનાવ્યો રેકોર્ડ

સુરતના સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતીય એથ્લીટ વિસ્પી ખરાડીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે,અટારી બોર્ડર  પર 261 કિલોના સ્ટીલના થાંભલાને 1.07 સ્કંદ સુધી પકડી રાખીને તેઓએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

સુરતના સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતીય એથ્લીટ વિસ્પી ખરાડીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.તાજેતરમાં જ અટારી બોર્ડર ખાતે વિસ્પીએ પોતાના સાહસિક કૌશલ્યનું જીવંત ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.જેમાં 261 કિલોના સ્ટીલના થાંભલાને 1.07 સેકન્ડ સુધી પકડી રાખીને વિસ્પીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કર્યું હતું.આ સાથે જ વિસ્પીએ 17મો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.અટારી બોર્ડથી પરત ફરતા વિસ્પી અને તેમના પરિવારનું સુરત એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું,અને તેઓની આ સિદ્ધિ બદલ તેમના શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે વિસ્પીએ પણ ખુશી વ્યક્ત કરી હતી,અને જણાવ્યું હતું કે અટારી બોર્ડર પર રેકોર્ડ બનાવવાનું તેઓનું સ્વપ્ન સાકાર થયું છે.

Latest Stories