New Update
VNSGU APAAR ID અપલોડ કરવામાં દેશમાં પ્રથમ ક્રમે
ડીજી લોકર પર 8.79 લાખ APAAR ID અપલોડ કરવામાં આવ્યા
ભારતની 450 સંસ્થાઓએ 45 લાખ ડેટા ડીજી લોકરમાં અપલોડ કર્યા
દેશભરની યુનિવર્સિટીઓમાં VNSGUએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
UGCની APAAR IDના ડેટા અપલોડ કરવા માટેની મુદત 31 ડિસેમ્બર
સુરત શહેર ખાતેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માત્ર 100 દિવસમાં ડીજી લોકરમાં 8.79 લાખ જેટલા APAAR ID અપલોડ કરવામાં આવ્યા છે, દેશની 450 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડીજી લોકરમાં વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કરવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓળખ પ્રણાલી કે જે વન નેશન વન સ્ટુડન્ટ હેઠળ એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું.જેમાં દેશભરમાંથી 450 જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ 100 દિવસમાં વિદ્યાર્થીઓના 45 લાખ જેટલા ડેટા અપલોડ કર્યા હતા,જ્યારે આ અભિયાનમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ રેકોર્ડ બનાવ્યો હતો,અને 100 દિવસમાં UGC APAAR ID ડીજી લોકરમાં 8.79 લાખ વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કરવામાં આવ્યા છે,અને રેકોર્ડ બ્રેક ડેટાની એન્ટ્રી થકી સુરતની VNSGUએ દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Latest Stories