સુરત : આડાસંબંધ ન હોવાનો પતિને વિશ્વાસ અપાવવા પત્નીએ પ્રેમી ઉપર કર્યો "એસિડ એટેક"
મિત્રની પત્ની સાથે આડાસંબંધ રાખવું યુવકને ભારે પડ્યું, પરિણીત પ્રેમિકાએ પતિ સામે પ્રેમી પર કર્યો એસિડ એટેક.
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિની સામે પ્રેમી પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે હાલ તો સમગ્ર મામલે ગોડાદરા પોલીસે ગુન્હો નોંધી પતિ-પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં રહેતી એક પરિણીતાએ પતિની સામે પ્રેમીના મોઢા અને પગના ભાગે એસિડ એટેક કરી ગંભીર ઇજાઓ પહોચાડી હતી, ત્યારે ઝપાઝપી દરમ્યાન આરોપી પતિ ઉપર પણ એસિડ ઉડતા તેને પણ ઇજા પહોંચી હતી. પતિને પોતાના જ મિત્ર સાથે પત્નીના આડાસંબંધ હોવાની જાણ થઈ હતી, ત્યારે પત્નીએ આડાસંબંધ ન હોવાનો વિશ્વાસ અપાવવા માટે પ્રેમી ઉપર જ એસિડ નાખી તેને ગંભીર ઇજાઓ પહોચાડી હતી.
જોકે, પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, પતિએ જ પોતાની પત્નીને કહ્યું હતું કે, જો તારે મારા મિત્ર સાથે આડાસબંધ ન હોય તો તેના ઉપર એસિડ એટેક કરીને સાબિતી આપવી પડશે. આ માટે પતિએ પ્લાન પ્રમાણે એસિડ લાવીને પોતાની દુકાનમાં મુકી રાખ્યું હતું, જ્યારે તેની પત્નીનો પ્રેમી દુકાનમાં આવ્યો, ત્યારે જ પત્નીએ તેના મોઢા પર એસિડ ફેંકી દીધું હતું.
જોકે, એસિડ એટેકમાં ઈજાગ્રસ્ત પતિ અને પ્રેમીને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ગોડાદરા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવી એસિડ એટેક કરનાર આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
તાપી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પાણી પહોચાડવા માટે ડોસવાડા...
19 May 2022 9:17 AM GMTઅમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો...
19 May 2022 9:04 AM GMTદિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો
19 May 2022 8:19 AM GMTછોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ...
19 May 2022 7:38 AM GMTહાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ...
19 May 2022 7:31 AM GMT