Connect Gujarat
સુરત 

સુરત : ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીઓ સાથે થયેલ રૂ. 5 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો…

સુરત શહેરને ટેક્સટાઇલનું હબ કહેવામાં આવે છે, ત્યારે સુરતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

X

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ કાપડના વેપારીઓ સાથે 5 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

સુરત શહેરને ટેક્સટાઇલનું હબ કહેવામાં આવે છે, ત્યારે સુરતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. કતારગામ વિસ્તારમાં રહેતા વેપારી હરેશ દોમડીયાએ ઇકોનોમિક સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે, કાપડ દલાલ રાજકુમાર ભંડારીએ ઋષભ ક્રિએશનના પ્રોપરાઇટર ભરત કોઠારી અને સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન પટેલ સાથે મળીને ટેક્સટાઇલ માર્કેટના વિવર્સ પાસેથી કાપડની ખરીદી કરી હતી. પ્રથમ વખત તમામને રૂપિયાની ચૂકવણી કરી હતી. ત્યારબાદ ફરી માર્કેટમાંથી અલગ અલગ વિવર્સ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ખરીદ્યો હતો. કાપડ દલાલ રાજકુમાર ભંડારી તેના સાગરીતો સાથે મળીને અલગ-અલગ વિવર્ષ પાસેથી 5,07,93,618 રૂપિયાના કાપડનો જથ્થો ખરીદ્યો હતો, અને પેમેન્ટ ચૂકવ્યું ન હતું. તેથી સમગ્ર મામલે છેતરપિંડીની ફરિયાદ ઇકોનોમિક સેલમાં નોંધાઈ હતી. મહત્વની વાત તો એ છે કે, આરોપી રાજકુમાર ભંડારીએ અગાઉ પણ સુરતમાં કાપડ માર્કેટમાં આ જ પ્રકારે અન્ય વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી, ત્યારે હાલ તો ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી કિશન પટેલ, ભરત કોઠારી અને રાજકુમાર ભંડારીની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story