સુરત : દરવાજા વગરની ખુલ્લી લિફ્ટના બકોરામાંથી નીચે પટકાતાં કામદારનુ મોત, પોલીસ તપાસ શરૂ..!

મળતી માહિતી અનુસાર, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ગત રાત્રિ દરમ્યાન કામ કરતાં કામદારો સૂઈ ગયા હતા.

New Update
સુરત : દરવાજા વગરની ખુલ્લી લિફ્ટના બકોરામાંથી નીચે પટકાતાં કામદારનુ મોત, પોલીસ તપાસ શરૂ..!

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા કામદારનું મોત નીપજ્યું હતું.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ગત રાત્રિ દરમ્યાન કામ કરતાં કામદારો સૂઈ ગયા હતા. જે પૈકી એક કામદાર દરવાજા વગરની ખુલ્લી લિફ્ટ નજીક આવી ગયો હતો. જોકે, આ કામદાર ઊંઘમાં જ હોવાથી તે પહેલા માળેથી નીચે પટકાયો હતો, ત્યારે નીચે પટકાતા જ કામદારનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સચિન જીઆઇડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment