સુરત : આપના કાર્યકરો મતદારોની માફી માંગવા નીકળ્યા, સાથે હતાં 5 કોર્પોરેટર્સના ફોટા

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં બચેલી શાખ બચાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે.

New Update
સુરત : આપના કાર્યકરો મતદારોની માફી માંગવા નીકળ્યા, સાથે હતાં 5 કોર્પોરેટર્સના ફોટા

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં બચેલી શાખ બચાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. પાંચ કોર્પોરેટર્સના પક્ષ પલટા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો મતદારોની માફી માંગવા નીકળ્યાં હતાં.

સુરતમાં કોઇ ચુંટણી નથી પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો સોસાયટીઓમાં ફરતા જોવા મળી રહયાં છે. સુરતમાં મનપાની ચુંટણી વેળા આમ આદમી પાર્ટીએ સારૂ કાઠુ કાઢયું હતું. આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચુંટાય આવ્યાં હતાં. સુરતમાં મળેલી જીત બાદ આમ આદમી પાર્ટીના ઉત્સાહમાં વધારો થયો હતો પણ હવે વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે આમ આદમી પાર્ટીને શાખ બચાવવી પડે તેવો વારો આવ્યો છે.

એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહયાં છે અને તેમાં આપના પાંચ કોર્પોરેટરોએ પણ કેસરીયા કરી લેતાં આમ આદમી પાર્ટી બેકફુટ પર આવી ગઇ છે. સુરતમાં પાંચ કોર્પોરેટરોના પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ મેદાનમાં આવ્યાં છે. વોર્ડ નં 8 ડભોલી-સીગંણપોર વિસ્તારના આપના કોર્પોરેટર જ્યોતિકા લાઠીયા આમ આદમી પાર્ટી સાથે વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેથી હવે તેમના સાથી કોર્પોરેટરો તેમના મત વિસ્તારમાં ફરીને લાઉડ સ્પીકરમાં લોકોની માફી માગી રહ્યા છે. તેમના સાથી કોર્પોરેટરો દ્વારા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે સૌ મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપીને વિજય બનાવ્યા હતા. પરંતુ જ્યોતિકા લાઠીયા તેમના સાથે અને પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

Latest Stories