સુરત : વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતો યુવાનો ઝડપાયો, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે.

New Update
  • કાપોદ્રા વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરીનો થયો પર્દાફાશ

  • વિકલાંગતાનો ફાયદો ઉઠાવી યુવાન કરતો હતો હેરાફેરી

  • ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે કરી ધરપકડ

  • પોલીસને 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો

  • રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે કાર્યવાહી

Advertisment

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરત શહેરમાં એક યુવાને પોતાની વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજો વહેંચવાનું શરૂ કર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ યુવાન કાપોદ્રા વિસ્તારના ભરવાડ ફળીયામાંથી ગાંજાની હેરાફેરી કરતો હતો. યુવાન પોતે વિકલાંગ હોવાથી કોઈને પણ શંકા ન જાય તે માટે સોસાયટીમાંથી ગાંજાની હેરાફેરી કરતો હતોત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે વિકલાંગ કિશોર નામના યુવાનની ધરપકડ કરી હતી. પોલીસે યુવાન પાસેથી 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતોત્યારે હાલ તો આ યુવાન ગાંજો ક્યાંથી લાવ્યો હતોઅને કોને આપવાનો હતોતે દિશામાં પોલીસે તપાસ હાથ છે.

 

Advertisment
Latest Stories