/connect-gujarat/media/post_banners/8d230caf36a988ac91b95f389cc5f8214852a6854b0926306b6f4ee0af889f25.jpg)
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં માથાભારે ઈસમે તેના સાગરિત સાથે જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઈન મળી કુલ 80 હજારના મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે લીંબાયત પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ માર્કેટના ત્રીજા માળે જમીન દલાલનું કામ કરતા ગુડ્ડુ યાદવ ઓફીસ પર હાજર ન હતો, ત્યારે તેઓની ઓફિસમાં તેનો ભાઈ સરજુ પ્રસાદ યાદવ અને ઓફિસમાં કામ કરતો વ્યક્તિ જગન્નાથ હાજર હતા. આ દરમ્યાન બપોરના અરસામાં રાહુલ યાદવ અને તેનો સાગરિત ઓફિસમાં ધસી આવ્યા હતા, જ્યાં પિસ્તોલ કાઢી ધમકીઓ આપી હતી, અને તેને લેવાના 8 લાખ રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું. આ દરમ્યાન તેણે અજીતનો મોબાઇલ લઈ ગાળો આપી ગુડ્ડુને કોલ કરી ધમકી આપી કે,‘ તું અભી 8 લાખ રૂપિયા લેકે આજા મે તેરી ઓફિસ પર ખડા હું. આથી ગુડ્ડુએ કહ્યું કે, મે ઓફિસ પર આ રહા હું, તુ વહા રૂક,’ આ ઘટના બાદ રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો, અને ઓફિસમાં હાજર ગુડ્ડુના ભાઈ સાથે ઝપાઝપી કરી હતી. ગુડ્ડુના ભાઈના ગળામાંથી સોનાની ચેઈન તેમજ ઓફીસમાં રહેલા 50 હજારની લૂંટ પણ ચલાવી હતી. એટલું જ નહી, ધાક ધમકીઓ આપી ઓફીસના કાચનો દરવાજો પણ તોડી નાંખ્યો હતો. જોકે, આ શખ્સો ઘટનાને અંજામ આપી ફરાર થતા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ખંડણી, લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.