-
વિપ્ર ફાઉન્ડેશનના ગુજરાત ઝોન 15નો યોજાયો કાર્યક્રમ
-
શપથ ગ્રહણ તેમજ અભિનંદનનો કાર્યક્રમ યોજાયો
-
વિવિધ સેવાકીય ક્ષેત્રે કાર્યરત છે વિપ્ર ફાઉન્ડેશન
-
ગુજરાત પ્રદેશ પ્રમુખ,ઉપપ્રમુખ,મીડિયા પ્રભારીની કરાઈ વરણી
-
પ્રદેશ યુવા પ્રમુખ અને યુવા ઉપપ્રમુખની પણ કરાઈ નિમણુંક
સુરતના શ્રી કૃષ્ણા ક્લાસીસ પ્રોજેક્ટ ખાતે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો શપથ તેમજ અભિનંદન સમારોહ યોજાયો હતો,આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ,ઉપ પ્રમુખ,યુવા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ પ્રદેશ મીડિયા પ્રભારી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
સુરતના શ્રી કૃષ્ણા ક્લાસીસ પ્રોજેક્ટ ખાતે શિક્ષણ,આરોગ્ય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતા વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો તારીખ 25મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે શપથ તેમજ અભિનંદન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી. વધુમાં સમાચાર જગત સાથે જોડાયેલા યુવા પત્રકાર અને વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના પ્રમુખ યોગેશ પારિકને ગુજરાતના મીડિયા પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય પ્રમુખ યુવા સેલ ગિરધારીસિંહ રાજપુરોહિત, ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ યુવા સેલ સંદીપ શર્માએ શપથ લીધા હતા, મહિલા સેલના રાજ્ય પ્રમુખ શ્રીમતી બબીતા વ્યાસ અને રાષ્ટ્રીય કારોબારીમાં અંકલેશ્વરના અર્જુન રાજપુરોહિત અને કે.આર.જોશીએ કારોબારી સભ્યો તરીકે અને તુલસી રાજપુરોહિતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે તેમજ સંગઠનના પદાધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.
આ સમારોહમાં વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય સંયોજક અને બ્રાહ્મણ સમાજના પ્રેરણા સુશીલ ઓઝા અને ધૂનગઢના ધારાસભ્ય શ્રીવતારચંદ સારસ્વતજીની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બ્રાહ્મણ સમાજના લોકો અને કારોબારી સમિતિના સભ્યોએ ભાગ લીધો હતો.
આ અવસર નિમિત્તે વિપ્ર ફાઉન્ડેશનના યુવક યુવતીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજુ કરીને કાર્યક્રમની સોડમમાં સુગંધ ભરી દીધી હતી,અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.અને કાર્યક્રમના આયોજન બદલ વિપ્ર ફાઉન્ડેશનની સરાહના કરી હતી.