સુરત : ડિંડોલીમાં અંગત અદાવતે છરીના ઘા ઝીંકી દેતા યુવકનું મોત, પોલીસે કરી 2 હત્યારાઓની ધરપકડ...

હુમલો કરી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અંશને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંશનું મોત થયું હતું

New Update

ડીંડોલી વિસ્તારમાં અંગત અદાવતે ખેલાયો ખૂની ખેલ

અજાણ્યા 2 ઈસમોએ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો

હુમલામાં 22 વર્ષીય યુવક થયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજતા મચી ચકચાર

પોલીસે ગણતરીના કલાકોમાં 2 શખ્સોની ધરપકડ કરી

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતોત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છેત્યારે ફરી એકવાર ડીંડોલી વિસ્તારમાં મહાદેવનગર નજીક અંશ નામના 22 વર્ષીય યુવક પર કૈલાશ અને તેમના મિત્ર દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અંશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હુમલો કરી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અંશને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતોજ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંશનું મોત થયું હતું.

ઘટના બનતા તાત્કાલિક જ ડીંડોલી પોલીસ તપાસ માટે દોડી આવી હતીઅને ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તેમજ સોર્સીસની મદદથી તપાસ શરૂ કરી હતી. હત્યા થઈ છે તે અંશ એક મહિના પહેલા જ સુરતમાં આવ્યો હતો. અગાઉ તે બારડોલી ખાતે નશામુક્તિ કેન્દ્રમાં સારવાર માટે ગયો હતો. સમગ્ર મામલાની વાત કરીએ તો હત્યારો કૈલાશ થોડા દિવસ પહેલા મહાદેવનગરમાં ફોન પર વાત કરતો હતોઅને ત્યારે અંશ ત્યાંથી પસાર થયો હતો.

તે દરમિયાન અંશે અપશબ્દો બોલ્યા હતા. જેથી કૈલાશ અને અંશ વચ્ચે બોલાચાલી થઈ હતી. પરંતુ અન્ય લોકો વચ્ચે પડતા મામલો શાંત થયો હતોત્યારે ફરી એકવાર બન્ને આમને-સામને આવી ગયા હતાત્યારે પણ બન્ને વચ્ચે બોલાચાલી થતા કૈલાશ અને તેમના મિત્રએ મળી અંશને ચપ્પુના ઘા મારી દીધા હતા. સમગ્ર મામલે પોલીસે બન્ને હત્યારાઓને ગણતરીના કલાકો ઝડપી પાડ્યા હતા.

#કરપીણ હત્યા #Surat Murder #ડિંડોલી #surat police #Surat Crime News #ધરપકડ #Murder Accused
Here are a few more articles:
Read the Next Article