Connect Gujarat
સુરત 

સુરતિલાલાઓ સાવધાન... ધંધાર્થે દુબઈ ગયેલા 25 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ "પોઝિટિવ", આરોગ્ય વિભાગ થયું દોડતું..!

સુરત શહેરમાં 20 દિવસ બાદ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે

સુરતિલાલાઓ સાવધાન... ધંધાર્થે દુબઈ ગયેલા 25 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગ થયું દોડતું..!
X

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવાનનો કોવિડ રીપોર્ટ પોઝિટીવ આવતા વહીવટી તંત્ર સહિત આરોગ્ય ખાતું દોડતું થયું છે. હાલ ચીનમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, જેને લઇ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ છે. કોરોના સંક્રમણને લઈ ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે, તેવામાં મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં 20 દિવસ બાદ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેમાં રાંદેર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવાનનો કોવિડ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આ યુવાન 30 દિવસ માટે ધંધાર્થે દુબઈ ગયો હોવાથી તેની વિદેશમાં ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે કોરોના પોઝિટિવ થયો હોવાનું આરોગ્ય વિભાગને અનુમાન છે, ત્યારે હાલ તો યુવકના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ ઘરના અન્ય 4 સભ્યોના પણ કોવિડ-19 ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ચારેય સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોવીડનો છેલ્લો કેસ ગત તા. 7 ડિસેમ્બરના રોજ નોંધાયો હતો, ત્યારે કોરોના સંક્રમણને પહોચી વળવા વહીવટી તંત્ર સહિત આરોગ્ય ખાતું કામે લાગી ગયું છે.

Next Story