સુરતના પાલ વિસ્તારની હોટલ-રૂમમાં પતિએ જ કરી પત્નીની હત્યા…

હોટલના સ્ટાફે રૂમમાં જઈને અંદર જોયું ત્યારે લોહીલુહાણ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં અને હાથની નશો પણ કપાયેલી હતી.

New Update

પાલ વિસ્તારમાં પતિએ જ કરી પત્નીની હત્યા

દોઢ વર્ષ પહેલાં જ બન્નેએ કર્યા હતા પ્રેમલગ્ન

લગ્ન બાદ બન્ને વચ્ચે અવારનવાર થતો ઝઘડો

પતિએ હોટલમાં બોલાવી પત્નીની જ હત્યા કરી

પાલ પોલીસ દ્વારા હત્યારા પતિની ધરપકડ કરાય

 સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. આ યુવતી વ્યવસાયે વકીલ હતીઅને તેની હત્યા તેના જ પતિએ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસારસુરત શહેરના પાલ વિસ્તારમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટલના એક રૂમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત તા. 4 જુલાઈના રોજ સાંજના સમયે એક કપલ અહીં આવ્યું હતું. જોકેગત તા. 5 જુલાઈના રોજ સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો નહીં ખુલતાં હોટલ સ્ટાફને કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી.

હોટલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતોત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો. હોટલના રૂમમાં જઈને અંદર જોયું ત્યારે લોહીલુહાણ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં અને હાથની નશો પણ કપાયેલી હતી. આ ઘટના અંગે જાણ કરાતાં પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજહોટલનું રજિસ્ટર કબજે લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મૃતક યુવતી વ્યારા વિસ્તારમાં રહેતી અને વ્યવસાયે એડવોકેટ 24 વર્ષીય નિશી ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું. નિશીએ દોઢ વર્ષ પહેલાં જ રોહિત કટકર નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પત્નીની હત્યા બાદ રોહિત અડાજણ પોલીસ પહોંચ્યો હતોઅને ઘટનાક્રમ કહેતાં પોલીસે તેને દબોચીને પાલ પોલીસને સોંપ્યો હતો.

પકડાયેલો રોહિત મહારાષ્ટ્રનો રહેવાસી છે. અડાજણ વિસ્તારમાં જ રહેતા આ દંપતી હોટલમાં શા માટે ગયું હતુંતે બાબતે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણેનિશી અને રોહિતે દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને વચ્ચે બનતું ન હોવાથી વારંવાર ઝઘડો થતો હતોજેને લઈને અંતે વાત ડિવોર્સ સુધી પહોંચી હતી. પતિએ પોતાની પત્નીને હોટલમાં બોલાવી તેની હત્યા કરી નાખી હતી.

Latest Stories