New Update
-
રાજ્યના સૌથી લાંબા અંડરપાસનું નિર્માણ કાર્ય હાથ ધરાયુ
-
રૂ. 60 કરોડના ખર્ચે બનશે 502 મીટર લાંબો અંડર પાસ
-
સ્માર્ટ અંડર પાસમાં ઓક્સિજનની પણ વિશેષ સુવિધા
-
અંડર પાસમાં વાહનચાલકોને નહીં થાય ગૂંગળામણની તકલીફ
-
અંદાજીત વર્ષ 2025 ફેબ્રુઆરી સુધી બની રહેશે અંડર પાસ
રાજ્યમાં બ્રિજ સીટીના નામથી જાણીતા સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો 502 મીટરનો અંડર પાસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ અંડર પાસ ફેબ્રુઆરી 2025 સુધીમાં વાહન ચાલકો માટે બનીને તૈયાર થઈ જશે.
સ્માર્ટ સીટી સુરતમાં હવે સ્માર્ટ અન્ડર પાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ અંડર પાસ સુરત જ નહીં પરંતુ ગુજરાતનો સૌથી લાંબો 502 મીટરનો અંડરપાસ બનવાનો છે. જેમાં ફાયર સુવિધા સહિત એર કન્ડિશન ઓક્સિજનની પણ સુવિધા રહેશે. જેથી અંડરપાસમાં જતા આવતા કોઈપણ વ્યક્તિને ગૂંગળામણ તકલીફ નહીં થાય. એટલું જ નહીં, અંડરપાસની અંદર ટ્રાફિક થાય, ત્યારે લોકોને ધુમાડાથી સફોગેશન પણ નહીં થાય તેવો સુવિધાજનક અંડર પાસ બનશે. અંડર પાસની અંદર હિટેડ વેન્ટિલેટર એરકન્ડિશનની સુવિધા લાગવાઈ રહી છે. રૂ. 60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અંડર પાસ અંદાજીત ફેબ્રુઆરી 2025 સુધીમાં બનીને કાર્યરત થઈ જશે. જેમાં સુરતવાસીઓ સહિત અનેક વાહન ચાલકો આ અંડર પાસનો ઉપયોગ કરી શકશે.
Latest Stories