સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસેCCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટનાCCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસેCCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2અલગ અલગકર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : મહિધરપુરામાં દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી વૃદ્ધનો આપઘાત,પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી

New Update
  • મહિધરપુરામાં વૃદ્ધના આપઘાતનો મામલો

  • બે શખ્સોના ત્રાસથી વૃદ્ધે કર્યો આપઘાત

  • દારૂનો વેપલો કરતા બે શખ્સોનો ત્રાસ

  • પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

  • બંને આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ 

સુરતના મહિધરપુરામાં એક વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી.

સુરતના મહિધરપુરામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક વૃદ્ધે  દારૂના વેપલા સાથે સંકળાયેલા શખ્સોના સંબંધીઓનેSMCમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 22 લાખ લીધા હતા,અને આ રૂપિયા અન્ય કોઈ વ્યક્તિએSMCમાં નોકરીના બહાને વૃદ્ધ પાસેથી પડાવી લીધા હતા.આ બાબતે વૃદ્ધ સાથે માથાકૂટ થઇ હતી,અને વૃદ્ધે આખરે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું.

ઘટનામાં પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને દારૂના ધંધામાં લિસ્ટેડ અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળાની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં પરિમલ અગાઉ એક ગુનામાં પકડાયો હતો,જ્યારે અશોક રાણા 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે.અને ત્રણ વખત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.