સુરત: રિંગ રોડ પર બેલગામ કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માતમાં યુવકનું કરુણ મોત

કારચાલક દારૂના નશામાં હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અને કાર માંથી ભાજપનો ખેસ, પ્લાસ્ટિક ગ્લાસ, થમ્સઅપ અને સિગારેટનું પેકેટ પણ મળી આવ્યું

New Update

સુરતના રીંગ રોડ પર સર્જાયો અકસ્માત

કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત

વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

કાર ચાલક નશામાં  હોવાની આશંકા વ્યક્ત કરાઈ

કારમાં થમ્સઅપની બોટલ,ગ્લાસ અને સિગરેટનું પેકેટ મળ્યા

કાર માંથી ભાજપનો ખેસ પણ મળ્યો

સુરત શહેરમાં રિંગ રોડ ઓવરબ્રિજ પર બેલગામ કારના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો,અને સર્જાયેલી ઘટનામાં બાઈક પર સવાર યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.કાર ચાલક દારૂના નશામાં હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત શહેરના રિંગ રોડ ઓવરબ્રિજ પર એક સ્કોડા કારના ચાલકે કારને માતેલા સાંઢની માફક હંકારીને એક બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક પર સવાર 45 વર્ષીય સંજયકુમાર હરકિશન ધૂતનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતુ.જાણવા મળ્યા મુજબ સંજયકુમાર પોતાના માતા-પિતાને રેલવે સ્ટેશન લેવા જતા હતા તે સમયે કાળનો કોળિયો બન્યા હતા,અને પુત્રનું મોત થતા પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

આ ઘટનામાં કારચાલક દારૂના નશામાં હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અને કાર માંથી ભાજપનો ખેસપ્લાસ્ટિક ગ્લાસથમ્સઅપ અને સિગારેટનું પેકેટ પણ મળી આવ્યું હતું.

સ્કોડા કાર ફૂલ સ્પીડમાં હોવાથી અકસ્માત બાદ કાર ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી.ધડાકાભેર અકસ્માત થતા કારની એરબેગ પણ ખુલી ગઇ હતી. પોલીસ તપાસમાં કાર ચાલકનું નામ દેવ હોવાનું સામે આવ્યું છે અને તે ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.અને પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે.

Read the Next Article

સુરત : ચાઈનીઝ કૌભાંડીઓ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર 3 શખ્સો ઝડપાયા, મોબાઈલ-બેન્ક કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • શહેરમાંથી એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો

  • ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે થતી છેતરપિંડી

  • 3 શખ્સની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી

  • અગાઉ પણ 5 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ

  • મોબાઈલક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છેજેમાં ચાઈનીઝ કૌભાંડીઓએ ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરી છે. સુરત રેન્જ આઇજી સાઇબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ પણ આ મામલે 5 આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓ ઓનલાઇન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેકDLF કંપની બનાવી અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટસ ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા. અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે લોકોને રોજના 1500થી 3 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપતા હતા.

આરોપીઓએ લોકોને વિશ્વાસમાં લઈ રૂ. 14.80 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ છેતરપિંડીના રૂપિયા ચાઈનીઝ ગેંગ સાથે મળીને પડાવતા હતા. અગાઉ પણ રેન્જ આઇજી સાઇબર ક્રાઇમ પોલીસે બેંક ખાતુ ભાડે આપનારબેંક ખાતાની કીટ અને સીમકાર્ડ મેળવી આપનાર એજન્ટને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપીઓ સાયબર ફ્રોડ કરતી ચાઈનીઝ ગેંગ સાથે મળી ક્રિપ્ટોનું વેચાણ કરતા હતાત્યારે હાલ તો પોલીસે પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનાર મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 14 નંગ મોબાઈલ ફોન47 બેંકના ક્રેડિટ કાર્ડ અને 6 જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.