સુરત નેશનલ હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત,બે વીજ કર્મચારીઓના મોત

સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.   

New Update
accident2

સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.   

Advertisment

જાણવા મળતી માહિતી અનુસાર સુરત નેશનલ હાઇવે નંબર 48 પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને બાઇક તથા અન્ય એક વાહન વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં બાઈક પર સવાર બે જીઇબીના કર્મચારીઓના મોત નિપજ્યા હતા.અમોલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલના કરુણ મોત નિપજ્યા હતા.સર્જાયેલા અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસે ભારે જહેમત બાદ રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Advertisment