/connect-gujarat/media/media_files/2025/12/07/gas-leackage-2025-12-07-18-28-51.jpg)
સુરતના સચિન ગભેણી વિસ્તારમાં ચાર દિવસ પહેલા ઘરમા ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થતા ઘરમાં આગ લાગતા દાઝી ગયેલા બે બહેન સહિત ચાર વ્યકિત દાઝી ગયા હતા. ચાર પૈકી બે યુવતીના સારવાર દરમિયાન સિવિલ હોસ્પિલટમાં મોત થયા.
સુરત શહેરના સચિનના ગભેણી રોડ ગુરુકૃપા સોસાયટીમાં રહેતી 22 વર્ષીય ભાગ્યશ્રી હરીભાઈ પોલાઈ ગત 2 ડિસેમ્બરે સવારે ઘરમાં ગેસના ચુલા ઉપર રસોઈ બનાવવા જઈ રહી હતી. દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા ફ્લેશ ફાયર થયા બાદ જોરદાર ભડકો થતા આગ લાગી હતી.
જેમાં ભાગ્યશ્રી, તેની બહેન રિન્કી (ઉ.વ-19) તથા પડોશી સાલુ રામકિશોર પાલ (ઉ.વ-22) આગની ઝપેટમાં આવતા વધુ દાઝી ગયા હતા. બંને યુવતીઓ શાલુ અને રિન્કીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો તે મુળ ઓડિશાના ગંજામની વતની હતા.