Connect Gujarat
સુરત 

વલસાડ : પારડીમાં નહેર કાંઠે દબાણો દૂર કરાતા હોબાળો, ધારાસભ્ય અનંત પટેલ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થતાં મામલો ગરમાયો...

X

પારડીના રોહીણા ગામે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાનો મામલો

લોકોના સમર્થનમાં આવ્યા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ

પોલીસક અને ધારાસભ્ય વચ્ચે ધક્કામુક્કીમાં મામલો ગરમાયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહીણા ગામે દમણગંગા નહેરના કાંઠા પર આવેલી દુકાનોનું સિંચાઈ વિભાગ દ્વારા ડીમોલીશન કરવામાં આવતા દુકાનદારોના સમર્થનમાં આદિવાસી સમાજના આગેવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે કેટલાક આગેવાનોને પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ પારડી પોલીસ મથકે પહોંચ્યા હતા. અહીં પોલીસકર્મીઓ અને ધારાસભ્ય વચ્ચે ધક્કામુક્કી થતા મામલો ગરમાયો હતો.

ધારાસભ્યએ પોલીસ માફી માંગે તેવી માગ કરી હતી. સિંચાઈ વિભાગ દ્વારા દબાણકર્તાઓને નોટીસ આપી દબાણ દૂર કરવા સૂચના આપી હતી. જેના વિરોધમાં અદિવાસી સમાજના નેતા અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિતના આગેવાનોએ આદિવાસી સમાજ વતી ડિમોલિશન સામે પારડી મામલતદારને વાંધા અરજી રજૂ કરી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવનાર ડિમોલિશન અટકાવવા માંગ કરી હતી. સિંચાઈ વિભાગ પાસે આવેલી પડતર જમીનમાં આદિવાસી સમાજના કેટલાક લોકો છેલ્લા 25થી 30 વર્ષ ઉપરાંતથી આજીવિકા મેળવી રહ્યા છે. જેથી આદિવાસી સમાજના પરિવારજનોની આજીવિકા ન છીનવવા માંગ કરી હતી. જોકે, દુકાનદારોના વિરોધ વચ્ચે પણ સિંચાઈ વિભાગે પોલીસ બંદબસ્ત સાથે ડીમોલીશન કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ, પોલીસ દ્વારા કેટલાક આગેવાનોને ડીટેઈન કરવામાં આવ્ય હતા. આ ઘટનાના પગલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ પારડી પોલીસ મથકે પહોચતા પોલીસ જવાનો દ્વારા તેમને ધક્કો મારવામાં આવતા વર્તવારણ ઉગ્ર બન્યું હતું. આદિવાસી સમાજના અગ્રણીઓ પોલીસ કર્મચારી પાસે માફી માંગવાની જીદ લઈ બેઠા હતા. સમગ્ર મામલે વલસાડ DySPએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આદિવાસી સમાજના લોકોએ પોલીસ વિરોધી સુત્રોચાર લગાવ્યા હતા. આ તરફ, વાંસદના ધારાસભ્ય અનંત પટેલે રોહીણા નહેર પાસે આવતીકાલથી બાંધકામ કરવા આહ્વાન કર્યું હતું.

Next Story