વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત દ્વારા સપ્ત દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમનું કરાયું આયોજન

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

New Update
  • વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15 સુરત દ્વારા આયોજન

  • વિવિધ ધાર્મિક અને સેવા કાર્યોનું આયોજન

  • શ્રી પરશુરામ જયંતીની ઉજવણી માટેનું આયોજન

  • શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવની પણ ઉજવણી

  • વૃદ્ધ આશ્રમમાં પણ સેવાકાર્યનું આયોજન

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત ગુજરાત દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા બ્રહ્માવંશાવતાર શ્રી ખેતેશ્વર મહારાજનાં જન્મ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષમાં સાત દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગત તારીખ 22મીએ શ્રી ખેતેશ્વર મહારાજની આરતી પૂજનનો ભક્તોએ લ્હાવો લીધો હતો,જ્યારે તારીખ 25મી એપ્રિલે ૐ નંદેશ્વર ગૌશાળામાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તારીખ 26મીએ બારડોલી ખાતેના શાંતિનાથ સેવા આશ્રમમાં નરસેવા નારાયણ સેવાના ઉદ્દેશ્યને સાકાર કરવામાં આવ્યો હતો.વધુમાં તારીખ 27મી એપ્રિલ રવિવારના રોજ સુરતના શ્રી બાબોસ મંદિર,ગોડાદરાથી શ્રી કૃષ્ણા ક્લાસીસ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15,સુરત સહિતના હોદ્દેદારો,સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જ્યારે સુરત ડીંડોલીના ઓલ્ડએજ હોમ વૃદ્ધાશ્રમમાં સેવાકાર્યની ધૂણી પણ ધખાવવામાં આવશે.આ ઉપરાંત તારીખ 29મી મંગળવારના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી પ્રસંગે ટેક્સટાઇલ માર્કેટ સામે વિપ્ર ગૌરવ ભવન ખાતે સવારે ભગવાન શ્રી પરશુરામના પૂજન અર્ચન સાથે છાશ વિતરણના કાર્યક્રમનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે. 

Read the Next Article

સુરત : જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીના કર્યા વખાણ,મનપાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

New Update
  • સુરતના મહેમાન બન્યા જયપુરના મેયર

  • સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીની મહેમાનગતિ માણી

  • શહેરની કામગીરી અને સ્વચ્છતાની કરી પ્રશંસા

  • ગુલાબી નગરી જયપુર પણ બનશે સ્વચ્છ શહેર

  • ભારતના દર્શન સુરતમાં થયા હોવાની લાગણી કરી વ્યક્તિ

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત શહેરના મહેમાન બન્યા છે.આ પ્રસંગે તેઓએ ડાયમંડ નગરી સુરત શહેરની પ્રશંસા કરી હતી.સૌમ્યા ગુર્જરે મહાનગરપાલિકાની  કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.તેઓએ સુરતીઓના સ્વભાવને પણ મિલનસાર અને પ્રેમાળ હોવાનું જણાવ્યું હતું.વધુમાં સૌમ્યા ગુર્જરે સિટીઝન ફીડબેક પણ લીધા હતા.અને જણાવ્યું હતું કે સુરતના સ્થાનિક લોકો અને ટેક્સી ડ્રાઇવરોના રીવ્યુ લીધા હતા,જેમાં  તેઓએ એક જ જવાબ આપ્યો કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં ઇન્ડસ્ટ્રી આવે છે અને ખુશીઓ પણ જોવા મળે છે.

વધુમાં સૌમ્યા ગુર્જરે જણાવ્યું હતું કે જયપુર ગુલાબી નગરી છે અને સાંસ્કૃતિક વારસા માટે ખૂબ અગત્યનું શહેર છે.સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને કામ થઈ રહ્યું છે તે જયપુરમાં પણ થાય તે માટે પ્રયાસ કરવા છે.પ્લાસ્ટિક વેસ્ટને જે પ્રકારે રિસાયકલ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ સારો પ્લાન્ટ છે.આ અંગેની કામગીરી પણ જયપુરમાં થાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું અને આખા ભારતના દર્શન સુરત શહેરમાં થયા હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.