Connect Gujarat
સુરત 

“તું મારી માહિતી પોલીસને આપે છે” કહી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતાં યુવકનું મોત..!

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

X

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં 3 શખ્સે 28 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયારના ઝીંકી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન 28 વર્ષીય રહીમ શેખનું મોત નીપજ્યું હતું. ભોગ બનનાર મૃતક રહીમ શેખ દ્વારા હત્યા કરનાર આરોપી મહેબુબ ઉર્ફે એસ.કે.અંસારીને “તું મારી માહિતી પોલીસને આપે છે” એમ કહી બોલાચાલી કરી હતી. આ અંગે અવારનવાર રહીમ દ્વારા મહેબૂબને કહેવામાં આવતા મહેબૂબ ઉશ્કેરાઈને તેના મિત્રો સાથે મળી તીક્ષ્ણ હથિયાર વડે રહીમ પર હુમલો કરી હત્યા નિપજાવી હતી. બનાવના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન રહીમ શેખ ટેક્સટાઈલ માર્કેટોમાં સાડીઓના પાર્સલનું કામ કરતો હતો, ત્યારે યુવકનું મોત નિપજતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

Next Story