/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/vlcsnap-2019-09-12-17h00m40s292.png)
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગરની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ગણેશજીના વિસર્જન વેળાએ શ્રીજીને ૧૦૦ કિલોના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
ગણેશ મહોત્સવમાં અનેક સેવાકાર્યો થકી આ વર્ષે ગણેશ મહોત્સવ જોરાવરનગરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે જોરાવરનગર ગણેશ યુવક મંડળના હોદ્દેદારો અને સભ્યોએ ઉપસ્થિત રહીને ગણપતિદાદાની મહા આરતીનો લાભ લીધો હતો. ૧૦ દિવસીય ગણેશ મહોત્સવમાં કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળાએ પણ ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિદાદાની મહાઆરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત દરરોજ રાત્રે લોક ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા દીપમાળા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે વાજતે ગાજતે અબીલ-ગુલાલની છોળો ઉડાડી વિસર્જન યાત્રા યોજી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.