• શહીદવીરના સન્માનમાં નામકરણ

  • વઢવાણ શહેરની પ્રાથમિક શાળાનું નામકરણ

  • પ્રાથમિક શાળાને આપ્યું શહીદવીર જવાનનું નામ

  • દેશ માટે બલિદાન આપનાર વીરના સન્માનમાં નામકરણ

  • શહીદવીર જવાનને ભાવભીની અંજલિ પાઠવવામાં આવી 

સુરેન્દ્રનગર જિલ્લાના દાજીપુરા પ્રાથમિક શાળાને અગાઉ શહીદના નામે ઓળખ અપાઈ હતીપરંતુ રાજ્ય સરકાર દ્વારા તે શાળા બંધ કરવામાં આવી હતી,તેથી  સ્થાનિક દેશપ્રેમી યુવાનોમાં રોષ હતો. આથીવઢવાણ શહેર હુડકો વિસ્તારની પ્રાથમિક શાળાને શહીદનું નામ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

નામકરણ વિધિ પ્રાથમિક શાળા નંબર 14હુડકો સોસાયટી ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોયુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સૌએ શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના દેશપ્રેમ અને બલિદાનને યાદ કરીને તેમને ભાવભીની અંજલિ પાઠવવામાં આવી હતી.