16 ઓવરમાં માત્ર 58 રન અને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ચોથો સૌથી ઓછો ટીમનો કુલ સ્કોર છે, જે યુગાન્ડાએ આજે અફઘાનિસ્તાન સામે બનાવ્યો હતો
ICC T20 વર્લ્ડ કપ 2024માં, યુગાન્ડાએ મંગળવારે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા અને 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં યુગાન્ડાની ટીમ 16 ઓવરમાં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ રીતે અફઘાનિસ્તાને યુગાન્ડાને 125 રનથી હરાવ્યું. T20 વર્લ્ડ કપમાં રનના મામલે અફઘાનિસ્તાનની આ બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા ટીમે 2021 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ 5 વિકેટ લીધી હતી. આ ટુર્નામેન્ટનો ચોથો સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર છે. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
