આધાર અને પાન કાર્ડ લિંક કરવા લઈને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક મોટી જાહેરાત કરી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જાહેર કર્યું છે કે, તા. 31 માર્ચ 2022 સુધીમાં આધાર અને પાન કાર્ડ ન લિંક કરાવતા લોકોને 500થી 1000 રૂપિયાનો દંડ થશે. આધાર સાથે પાન લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. જો આ તારીખ સુધીમાં આ કામ ન કર્યું તો પાન કાર્ડ રદ પણ થઈ શકે છે. એક નોટિફિકેશન જારી કરતા સીબીડીટીએ જણાવ્યુ કે, 31 માર્ચ બાદ જો આધાર-પાન લિંક કરવાની જાણ ન કરી તો 500 રૂપિયાની લેટ ફી લાગી શકે છે. આગામી 3 મહિના અથવા જુન 30,2022 સુધીમાં આધાર પાન લિંક કરવામાં આવ્યું હોય તો આ દંડ થશે. આ સમયગાળા બાદ દંડ તરીકે કરદાતાઓએ 1,000 રૂપિયા ચૂકવવા પડશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિફિકેશન અનુસાર, 1 એપ્રિલ 2022 પછીના પહેલા 3 તબક્કામાં 500 રૂપિયાનો દંડ થશે અને તે પછી પણ આધાર પાન કાર્ડ લિંક ન કરાવ્યું, તો 1000 રૂપિયાનો દંડ થશે. નિર્ધારીત સમયગાળામાં આધાર પાન કાર્ડ લિંક ન કરાવ્યું તો પણ પાન કાર્ડ રદ્દ થઈ શકે છે.
તા. 31 માર્ચ પહેલા કરાવો આધાર અને પાન કાર્ડ લિંક, નહીં તો થશે આટલો દંડ..
આગામી 3 મહિના અથવા જુન 30,2022 સુધીમાં આધાર પાન લિંક કરવામાં આવ્યું હોય તો આ દંડ થશે.
