જમ્મુ-કાશ્મીરના રામબનમાં સેનાનો ટ્રક પડ્યો ખાડામાં, 3 જવાનો શહીદ
રામબન જિલ્લામાં બેટરી ચશ્મા નજીક એક સેનાનો ટ્રક 200-300 મીટર ઊંડી ખીણમાં પડી ગયો, જેમાં ત્રણ સૈનિકો શહીદ થયા. જમ્મુથી શ્રીનગર જઈ રહેલા આ ટ્રકને નેશનલ હાઇવે-૪૪ પર અકસ્માત નડ્યો.
રામબન જિલ્લામાં બેટરી ચશ્મા નજીક એક સેનાનો ટ્રક 200-300 મીટર ઊંડી ખીણમાં પડી ગયો, જેમાં ત્રણ સૈનિકો શહીદ થયા. જમ્મુથી શ્રીનગર જઈ રહેલા આ ટ્રકને નેશનલ હાઇવે-૪૪ પર અકસ્માત નડ્યો.
પહેલગામ આતંકવાદી હુમલા અને ભારત-પાકિસ્તાન તણાવને પગલે, ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે LOC અને વ્યૂહાત્મક વિસ્તારોમાં તેમની તૈનાતી વધારી દીધી છે. ખાસ દળો સક્રિય છે
ભારતીય સેનાએ સિયાચીન ગ્લેશિયર જેવા દુર્ગમ અને બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં પોતાની તાકાત વધારવા માટે એક ખાસ વાહનનો સમાવેશ કર્યો છે.
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ ભારતીય સેનાની ક્ષમતા વધારવા માટે રૂ. 54,000 કરોડથી વધુના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી છે. આ અપગ્રેડ T-90 ટેન્કની ઝડપ અને શક્તિમાં વધારો કરશે.
તેલંગાણાના શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટની સુરંગમાં 22 ફેબ્રુઆરીના રોજ થયેલી દુર્ઘટનાના 19 દિવસ બાદ પણ 7 લોકો હજુ પણ લાપતા છે. એનડીઆરએફ, આર્મી, નેવી અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગી છે.
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત તણાવ વધારવાનું કાવતરું કરી રહ્યું છે. બુધવારે રાજૌરીમાં એલઓસી પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબાર જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયો હતો. ઘટના બાદ ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે.
ભારતીય સૈન્ય ચોકીઓ પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના 4-5 સૈનિકો શહીદ થયા છે.
પાકિસ્તાન સરહદે ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકી પણ સામેલ છે.