હમાસે 3 બંધકોને મુક્ત કર્યા, બીજી તરફ પેલેસ્ટિનિયન બંદૂકધારીએ ઈઝરાયેલ સૈનિકની હત્યા કરી

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસે ગુરુવારે 3 ઈઝરાયેલ બંધકોને મુક્ત કર્યા હતા. બીજી તરફ પેલેસ્ટાઈનના એક બંદૂકધારીએ ઈઝરાયેલના એક સૈનિકની હત્યા કરી હતી અને પાંચ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

New Update
HAMAS

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસે ગુરુવારે 3 ઈઝરાયેલ બંધકોને મુક્ત કર્યા હતા. જ્યાં એક તરફ હમાસે કેદીઓને મુક્ત કરવાની દિશામાં પગલા લીધા છે. બીજી તરફ પેલેસ્ટાઈનના એક બંદૂકધારીએ ઈઝરાયેલના એક સૈનિકની હત્યા કરી હતી અને પાંચ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

Advertisment

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને બંધક ડીલ હેઠળ હમાસે ગુરુવારે 3 બંધકોને મુક્ત કર્યા હતા. એક તરફ હમાસે ઈઝરાયેલના 3 બંધકોને મુક્ત કર્યા છે. બીજી તરફ ગુરુવારે જ એક પેલેસ્ટિનિયન બંદૂકધારીએ ઈઝરાયેલના એક સૈનિકની હત્યા કરી નાખી અને ઘણાને ઘાયલ કર્યા.

યુદ્ધવિરામ કરારમાં, હમાસે ગુરુવારે 3 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા અને બદલામાં ઇઝરાયેલે 110 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા. જ્યાં એક તરફ કેદીઓની મુક્તિ સામે આવી રહી છે. બીજી તરફ, પેલેસ્ટિનિયન બંદૂકધારીએ તે જ દિવસે ઇઝરાયેલી સેનાના એક સૈનિકને ગોળી મારી હતી.

ઇઝરાયેલી સેનાએ માહિતી આપી હતી કે ગુરુવારે એક પેલેસ્ટિનિયન બંદૂકધારીએ ઉત્તર પશ્ચિમ કાંઠાના જેનિન શરણાર્થી શિબિરમાં ઇઝરાયલી સૈનિકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. પેલેસ્ટિનિયન બંદૂકધારી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઈઝરાયેલનો એક સૈનિક માર્યો ગયો છે અને પાંચ સૈનિકો ઘાયલ થયા છે.

ઈઝરાયેલના મીડિયા અનુસાર, પેલેસ્ટિનિયન શૂટર દ્વારા નિશાન બનાવનાર ઈઝરાયેલ સૈનિકનું નામ લિયામ હાજી હતું અને તેની ઉંમર 20 વર્ષ હતી. તે સ્ટાફ સાર્જન્ટ. ગયા અઠવાડિયે ઉત્તરી પશ્ચિમ કાંઠે શરૂ કરવામાં આવેલી ઇઝરાયેલની આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન હારુવ રોશ હૈઇનના કેફિર બ્રિગેડના રિકોનિસન્સ યુનિટનો ભાગ હતો.

આ હુમલામાં પાંચ જવાનો પણ ઘાયલ થયા છે. સેનાએ કહ્યું કે ઘાયલ થયેલા પાંચ સૈનિકોમાંથી એકની હાલત ખૂબ જ ગંભીર છે, ત્રણને સામાન્ય ઈજાઓ છે અને એકની હાલત સારી છે.

પેલેસ્ટિનિયન શૂટર દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ IDFએ પ્રારંભિક તપાસમાં જણાવ્યું હતું કે જેનિન કેમ્પમાં એક બિલ્ડિંગમાં ઘૂસીને બે બંદૂકધારીઓએ હારુવ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો અને હારુવ સૈનિકોએ આ ફાયરિંગનો જવાબ આપ્યો હતો. બે પેલેસ્ટિનિયન શૂટર્સ અને સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો.

Advertisment

ઘાયલ સૈનિકોને બહાર કાઢતી વખતે, ઇઝરાયેલી એરફોર્સ એટેક હેલિકોપ્ટરે આ વિસ્તાર પર હવાઈ હુમલો કર્યો. જોકે, બે બંદૂકધારી આ વિસ્તારમાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા.

હમાસે ગુરુવારે ઇઝરાયેલના બંધકો આર્બેલ યેહુદ, અગમ બર્જર અને ગાદી મોશે મોસેસને મુક્ત કર્યા હતા. 7 ઓક્ટોબરના હુમલામાં અલ કાસમ બ્રિગેડ દ્વારા આ તમામની ધરપકડ કરવામાં આવી હતી. બદલામાં ઈઝરાયેલે 32 બાળકો સહિત 110 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા હતા.

Latest Stories