/connect-gujarat/media/post_banners/d210beef4f5724444f92e32cdf31177748c7c870d1c4fbc12290909c32334271.webp)
ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તેઓ નોર્થ ગાઝામાં હમાસને ખતમ કરવાની ખૂબ નજીક છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, રક્ષા મંત્રી યોવ ગૈલેંટે કહ્યું- જબાલિયા અને શેજાઈયા વિસ્તારમાં હમાસ બટાલિયનનો સફાયો થવા જઈ રહ્યો છે. અમે તેમને ચારે બાજુથી ઘેરી લીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં હમાસના સેંકડો આતંકીઓએ આત્મસમર્પણ કર્યું છે.ઇઝરાયલની સેનાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં હમાસના 500 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.1 ડિસેમ્બરે યુદ્ધવિરામ સમાપ્ત થયો ત્યારથી અત્યાર સુધીમાં 140 આતંકીઓને પકડવામાં આવ્યા છે. સેનાએ કહ્યું કે આ હમાસના આતંકીઓ સ્કૂલો, શેલ્ટર હોમ અને અન્ય ઈમારતોમાં છુપાયેલા છે. સેના દ્વારા ધરપકડ કરાયેલા લોકોમાં 350 હમાસ આતંકીઓ અને લગભગ 120 પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ આતંકવાદીઓ છે. બીજી તરફ, ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયેલે સોમવારે રાત્રે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ને ટાંકીને જણાવ્યું હતું કે ગાઝામાં ઇઝરાયલના વધુ સાત સૈનિકોના મોત થયા છે. સૈનિકો રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે દક્ષિણ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન માર્યા ગયા હતા.ગાઝામાં સૈન્ય કાર્યવાહી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઇઝરાયલના 104 સૈનિકો માર્યા ગયા છે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલોહિયાને કહ્યું છે કે હમાસને બ્લેક માર્કેટમાંથી હથિયાર મળી રહ્યા છે. ઈરાન સામેના આરોપો ખોટા છે.