પૂર, વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તર પૂર્વમાં ભારે તબાહી મચી ગઈ છે... રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પી એમ મોદીએ કરી વાતચીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદ પછી પૂરનો સામનો કરી રહેલા પૂર્વોત્તર રાજ્યોને શક્ય તેટલી મદદની ઓફર કરી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચિત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

New Update
pm modi

આ સમયે ઉત્તર પૂર્વમાં ખૂબ જ વિનાશ થયો છે. આસામથી સિક્કિમ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ સુધી, સમગ્ર પૂર્વોત્તર હાલમાં કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. આ પરિસ્થિતિઓ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પ્રધાનમંત્રીએ શક્ય તેટલી મદદની ઓફર કરી.



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદ પછી પૂરનો સામનો કરી રહેલા પૂર્વોત્તર રાજ્યોને શક્ય તેટલી મદદની ઓફર કરી છે. પીએમ મોદીએ આસામ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ હિમંતા બિસ્વા શર્મા અને પ્રેમ સિંહ તમાંગ, મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

પ્રધાનમંત્રીએ તેમને કેન્દ્ર તરફથી શક્ય તેટલી મદદ અને સમર્થન આપવાની ખાતરી આપી. પૂર્વોત્તરમાં પૂરની સ્થિતિ ગંભીર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સોમવારે 36 પર પહોંચી ગયો છે, જ્યારે પ્રદેશના ઘણા રાજ્યોમાં 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત છે.

આસામના મુખ્યમંત્રીએ મોદી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમને જણાવ્યું કે આસામ અને નજીકના રાજ્યોમાં અવિરત વરસાદને કારણે પૂર આવ્યું છે અને લોકો તેનાથી પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીજીએ મને આસામમાં પૂરની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો. 

મેં તેમને કહ્યું કે કેવી રીતે અવિરત વરસાદને કારણે આસામ અને નજીકના રાજ્યોમાં પૂર આવ્યું છે અને ઘણા લોકોનું જીવન પ્રભાવિત થયું છે. મેં તેમને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્ય વિશે પણ માહિતગાર કર્યા. માનનીય પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી અને અમારા રાહત અને પુનર્વસન પ્રયાસો માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી. હું આસામના લોકોનો તેમના માર્ગદર્શન અને અવિરત સમર્થન માટે આભારી છું.

Latest Stories