/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/14184950/WhatsApp-Image-2020-10-14-at-6.14.11-PM-e1602681603724.jpeg)
દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના દોસવાડા ખાતે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ સ્થાપવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં ઇ-MoU સંપન્ન કરવામાં આવ્યા છે. આ પ્રકલ્પ થકી 5 હજાર સ્થાનિક યુવાઓને રોજગાર અવસર પ્રાપ્ત થશે. ઉપરાંત 25 હજારથી વધુ લોકોને જીવનનિર્વાહ માટે પણ આધાર મળશે.
વિશ્વના સૌથી મોટા ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષનું 10 હજાર કરોડના મૂડીરોકાણ સાથેના પ્લાન્ટનો પ્રથમ તબક્કો 36 મહિનામાં કાર્યરત થશે. સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ સ્થપાશે. મુખ્યમંત્રી પ્રેરિત નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીથી આકર્ષિત થઇ આદિજાતિ વિસ્તારમાં આ પ્લાન્ટની સ્થાપના માટે હિન્દુસ્તાન ઝિંકે રસ દાખવ્યો છે, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત અભિગમથી ઇ-MoUની કાર્યવાહિ માત્ર 2 જ મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે. હિન્દુસ્તાન ઝિંકના સંચાલકોએ મુખ્યમંત્રીના પ્રોત્સાહક અભિગમને અન્ય કોઇ પણ રાજ્ય કરતાં અનેક ગણો સકારાત્મક પ્રતિસાદ ગણાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં આગામી ભવિષ્યમાં વધુ રોકાણો અને પ્રોજેકટ માટે પણ તત્પરતા દાખવવામાં આવશે.