કરછ: ગોંડલના કુખ્યાત નિખિલ દોંગાને ભગાડવામાં હોસ્પિટલના સ્ટાફની પણ મદદગારી સામે આવી, જુઓ પોલીસે કોની કરી ધરપકડ

New Update
કરછ: ગોંડલના કુખ્યાત નિખિલ દોંગાને ભગાડવામાં હોસ્પિટલના સ્ટાફની પણ મદદગારી સામે આવી, જુઓ પોલીસે કોની કરી ધરપકડ

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તાને ચકમો નાસી છૂટેલાં ગોંડલના ગુંડા નિખિલ દોંગાના પ્રકરણમાં હવે પોલીસે મેડિકલ સ્ટાફને સકંજામાં લેવાનું શરૂ કર્યું છે.નિખિલ દોંગાને હોસ્પિટલમાં ઈન્ડોર દર્દી તરીકે દાખલ કરવામાં મદદગારી કરવા બદલ હોસ્પિટલના ડ્યુટી મેનેજરની ધરપકડ કરાઈ છે

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તાને  ચકમો નાસી છૂટેલાં ગોંડલના ગુંડા નિખિલ દોંગાના ચકચારી બનેલા આ કેસમાં અત્યારસુધી 4 પોલીસ કર્મચારીઓ સહિત કુલ 12 આરોપીઓ ઝડપાયા છે જેઓની પૂછપરછ દરમિયાન ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના સ્ટાફની સંડોવણી સામે આવી છે જેમાં હોસ્પિટલના મેડિકલ વિભાગમાં ફરજ બજાવતા ડ્યુટી ઓન મેનેજર વિજય સાંઘાણીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિજયની અટક કરી તેની સઘન પૂછતાછ કરતાં વિજયે ગુનો કબૂલી લીધો હતો પાલારા જેલમાંથી નિખિલને ભુજની હોસ્પિટલમાં દાખલ કરવા માટે વિજયે મદદગારી કરી હોવાનું જાણવા મળ્યું છે વિજયની  મિલીભગત થકી નિખિલને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાંથી તે ભાગી જવામાં સફળ રહ્યો હતો જોકે સમગ્ર પ્રકરણમાં  જેલમાં કેદ કેદીઓને હોસ્પિટલની સહેલગાહ મોકલતી મજબૂત ટીમ સક્રિય હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસની પૂછતાછમાં એક જાણીતા તબીબ અને પાલારાના અધિકારીના નામ પણ સામેલ આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ, આ અંગે હજુ પોલીસે સત્તાવાર રીતે મગનું નામ મરી પાડ્યું નથી. અલબત્ત, હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પોલીસના સાણસામાં આવતાં હવે આગામી દિવસોમાં અન્ય મોટા માથા પણ સપડાય તેવી શક્યતા છે. સમગ્ર કાંડમાં હાલ નવ આરોપી પોલીસ રીમાન્ડ પર છે. અત્યારસુધી કુલ 13 આરોપીઓ ઝડપાયા છે

Latest Stories