BCCI એ વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. જાહેર કરાયેલી આ ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌરને સોંપી છે, જ્યારે સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન છે.

T20 વર્લ્ડ કપની શરૂઆત 12 જૂનથી થશે. ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે 14 જૂને રમવા ઉતરશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ પણ હાજર છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:-

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાળી, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, શ્રેાયાંકા પાટીલ અને રાધા યાદવ.