ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલે એટલે કે 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચથી એક દિવસ પહેલાં ટીમ ઈન્ડિયાએ તેના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની જગ્યા અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયાના કેપ્ટનની જગ્યા લેશે.
મેલબર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. શુભમન ગિલ પૃથ્વી શોની જગ્યાએ મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરશે. વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્લેઈંગ ઈલેવનમાંથી ઋદ્ધિમાન સાહાને બહાર કરી દેવામાં આવ્યો છે.
જાણો કોને કોને મળ્યું સ્થાન
1. અજિંક્ય રહાણે (કેપ્ટન), 2. મયંક અગ્રવાલ, 3. શુભમન ગિલ (ડેબ્યુ), 4. ચેતેશ્વર પુજારા (ઉપ-કેપ્ટન), 5. હનુમા વિહારી, 6. ઋષભ પંત (વિકેટકીપર) 7. રવિન્દ્ર જેડજા, 8. આર અશ્વિન, 9. ઉમેશ યાદવ, 10. જસપ્રીત બુમરાહ, 11. મોહમ્મદ સિરાજ (ડેબ્યુ)