Connect Gujarat
ટેકનોલોજી

Netflix યુઝર્સને મોટો ઝટકો, સબ્સ્ક્રિપ્શન લેવું થયું મોંઘુ, જાણો શું છે નવા અપડેટ્સ....

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હકીકતે Netflixએ પોતાના સબ્સક્રિપ્શન પ્લાનની કિંમતોને વધારી દીધી છે.

Netflix યુઝર્સને મોટો ઝટકો, સબ્સ્ક્રિપ્શન લેવું થયું મોંઘુ, જાણો શું છે નવા અપડેટ્સ....
X

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હકીકતે Netflixએ પોતાના સબ્સક્રિપ્શન પ્લાનની કિંમતોને વધારી દીધી છે. આ OTT પ્લેટફોર્મ પર હવે ફિલ્મ કે વેબ સીરિઝ જોવી પહેલા કરતા વધારે મોંઘી થઈ ગઈ છે. હવે અમેરિકામાં યુઝર્સને તેના બેસિક પ્લાન માટે 11.99 ડોલર પ્રતિ મહિનાની ચુકવણી કરવાની રહેશે. જે પહેલા 9.99 ડોલર હતી. તેના પ્રીમિયમ પ્લાન માટે દર મહિને 19.99 ડોલર આપતા લોકોને હવે દર મહિને 22.99 ડોલર આપવા પડશે. Netflixનો 6.99 ડોલર એડ-સપોર્ટેડ પ્લાન અને 15.49 ડોલરનો સ્ટાન્ડર્ડ ટિયર બાવ નહીં બદલાય. Netflixએ બુધવારે રાત્રે પોતાના ત્રણ મહિનાના પરિણામ જાહેર કરતા શેરધારકોને લખેલા પત્રમાં જણાવ્યું, "આપણે આપણા સદસ્યોને વધારે વેલ્યૂ પ્રદાન કરીએ છીએ માટે આપણે ક્યારેય તેમને થોડુ વધારે પેમેન્ટ કરવા માટે નથી કહેતા. અમારી શરૂઆતી કિંમત અન્ય સ્ટ્રીમર્સની સાથે ખૂબ જ પ્રતિસ્પર્ધી છે. અને યુએસમાં 6.99 ડોલર પ્રતિ મહિના છે. ઉદાહરણ તરીકે આ એક મૂવી ટિકિટની સરેરાશ કિંમતથી ખૂબ જ ઓછી છે. "કંપનીએ હજુ સુધી એ ખુલાસો નથી કર્યો કે નવી કિંમતો ભારતીય બજાર સહિત અન્ય વૈશ્વિક બજારોમાં પ્રભાવી થશે કે નહીં.

Next Story