ચંદ્રયાન 3 ની સફળતા પર બૉલીવુડ સ્ટારની શાનદાર પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું.......

ચંદ્રયાન 3 ની સફળતા બાદ શાહરુખ ખાન, અક્ષય કુમાર અને સની દેઓલે પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

New Update
ચંદ્રયાન 3 ની સફળતા પર બૉલીવુડ સ્ટારની શાનદાર પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું.......

હાલમાં ભારતમાં અનેક લોકો ચંદ્રયાન ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બૉલીવુડ સ્ટારે પણ શાનદાર રીએકસન આપ્યા છે. ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતારવાની સાથે જ બૉલીવુડ સ્ટારપણ ઉત્સાહિત થઈ ગયા હતા. શાહરુખ ખાન, અક્ષય કુમાર અને સની દેઓલે પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

ચંદ્ર પર ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. આખું ભારત જે ક્ષણની રાહ જોઈ રહ્યું હતું એ ક્ષણની દરેક વ્યકતીએ ઉજવણી કરી હતી. સની દેઓલ હોય, અક્ષય કુમાર હોય કે પછી અજય દેવગન હોય બધાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને અલગ અલગ રીતે અભિનંદન પાઠવ્યા હતા.

· ચંદ્રયાન 3ના લેન્ડિંગ બાદ અક્ષય કુમારે એક ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, “કરોડો દિલ ISROનો આભાર કહી રહ્યા છે. તમે અમને ગૌરવ અપાવ્યું છે. ભારત ચંદ્ર પર છે. આપણે ચંદ્ર ઉપર છીએ.

· અક્ષય કુમાર સિવાય સની દેઓલે ગદર સ્ટાઈલમાં અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, “આ ગર્વની ક્ષણ છે. હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે.

· ચંદ્ર પર ચંદ્રયાન 3 ના સોફ્ટ લેન્ડિંગ બદલ ISRO ને અભિનંદન. અજય દેવગનની પ્રતિક્રિયા પણ આવી. અજયે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને કહ્યું કે, આ ક્ષણ જીવવી એ સન્માનની વાત છે. તે ગર્વ અને ઉત્સાહ અનુભવી રહ્યો છે. અંતમાં તેણે લખ્યું, “ભારત માતા કી જય.”

· શાહરૂખ ખાને ટ્વિટ કરીને શાનદાર પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું, “ચાંદ તારે તોડ લઉં… સારી દૂનિયા પર મૈં છાઉ. અમને ગૌરવ અપાવનાર તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન.

· સલમાન ખાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું, “ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ પર ઈસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન. સમગ્ર દેશને ગર્વ છે. ભારત માતા કી જય.”

· તિરંગાની તસવીર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું કે, વર્ષો પહેલા જ્યારે ભારતનો ઉલ્લેખ થતો હતો ત્યારે તેને દુનિયાનો ત્રીજો દેશ કહેવામાં આવતો હતો અને મને તે પસંદ નહોતું. પરંતુ આજે મને એ કહેતા ગર્વ થાય છે કે ભારત અનેક રીતે વિશ્વમાં નંબર વન છે. ભારત માતા કી જય.”

· આર માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે અને દરેકને શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે, માધવને સ્ક્રીન પર ઈસરોના વૈજ્ઞાનિકની ભૂમિકા પણ ભજવી છે. વર્ષ 2022માં તેમની ફિલ્મ રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ આવી, જેમાં તેઓ વૈજ્ઞાનિક નામ્બી નારાયણના રોલમાં હતા.

· સની દેઓલ, અક્ષય કુમાર, અજય દેવગન ઉપરાંત અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમાં શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, મીરા રાજપૂત, મલાઈકા અરોરા, રવિના ટંડન, સ્નેહા ઉલ્લાલ, અર્જુન બિજલાની, અનુપમ ખેર જેવા મોટા સ્ટાર્સ સામેલ છે. આ સ્ટાર્સની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ પણ તેમને અભિનંદન આપી રહ્યા છે. એટલે કે સમગ્ર દેશમાં અભિનંદનની પ્રક્રિયા ચાલી રહી છે.