ચાંદા મામાની સાવ નજીક પહોચ્યું ચંદ્રયાન-3, ચંદ્રથી માત્ર 174 KM જ દૂર, આજે જ કરશે ફાઇનલ ઓર્બિટમાં પ્રવેશ....

ISRO આજે એટલે કે 14મી ઓગસ્ટે ત્રીજી વખત ચંદ્રયાન-3ની ઓર્બિટ ઘટાડશે. અત્યારે તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં છે.

New Update
ચાંદા મામાની સાવ નજીક પહોચ્યું ચંદ્રયાન-3, ચંદ્રથી માત્ર 174 KM જ દૂર, આજે જ કરશે ફાઇનલ ઓર્બિટમાં પ્રવેશ....

ISRO આજે એટલે કે 14મી ઓગસ્ટે ત્રીજી વખત ચંદ્રયાન-3ની ઓર્બિટ ઘટાડશે. અત્યારે તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં છે. એટલે કે ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જેમાં ચંદ્રથી તેનું લઘુતમ અંતર 174 કિમી અને મહત્તમ અંતર 1437 કિમી છે. આ પહેલાં 9 ઓગસ્ટે ચંદ્રયાનની ઓર્બિટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 6 ઓગસ્ટના રોજ લગભગ 11 વાગ્યે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત ઘટાડવામાં આવી હતી. પછી તે ચંદ્રની 170 કિમી x 4313 કિમીની ઓર્બિટમાં આવ્યું. ઓર્બિટ ઘટાડવા માટે, ચંદ્રયાનના એન્જિનને થોડા સમય માટે ચાલુ કરવામાં આવ્યું હતું. જો કે, ઇસરોએ એ માહિતી શેર કરી નથી કે કેટલા સમય સુધી એન્જિન ચાલુ રહ્યું હતું. 22 દિવસની યાત્રા પછી, ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી યાનને ચંદ્રના ગ્રેવિટીમાં કેપ્ચર કરી શકાય, જેથી તેની ગતિ ઓછી કરાઈ હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટાવીને અને 1835 સેકન્ડ એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું. આ ફાયર સાંજે 7.12 વાગ્યે શરૂ થયું હતું.

Latest Stories