તમે કોકા-કોલા ડ્રિંકનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ હવે માર્કેટમાં કોકા-કોલાનો ફોન પણ આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે કોકા-કોલા ફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. કોકા-કોલા ભારતમાં આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોકા-કોલાએ આ માટે સ્માર્ટફોન બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે, જોકે આ ભાગીદારી કઈ મોબાઈલ બ્રાન્ડ સાથે છે તેની કોઈ માહિતી નથી.
રિપોર્ટ અનુસાર, Realme 10 4G કોકા-કોલા ફોનના નામે રજૂ કરવામાં આવશે. ફોનના ફીચર્સ Realmeના ફોન જેવા જ હશે. કોકા-કોલા ફોનને Realme 10 4G જેવા MediaTek Helio G99 પ્રોસેસર સાથે ગ્રાફિક્સ માટે ARM G57 MC2 GPU મળશે. આ સિવાય ફોનમાં 6.4 ઇંચની ફુલ HD AMOLED ડિસ્પ્લે મળશે.
Here's the all new #Cola Phone 😍
Can confirm that the device is launching this quarter in India.
Coca-Cola is collaborating with a smartphone brand for this new phone.
Feel free to retweet.#ColaPhone pic.twitter.com/QraA1EHb6w— Mukul Sharma (@stufflistings) January 24, 2023
ટિપસ્ટર મુકુલ શર્માના જણાવ્યા અનુસાર, કોકા-કોલા કંપનીએ આગામી ફોન વિશે પુષ્ટિ કરી છે. કોકા-કોલા ફોનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે જેમાં ફોનની ડિઝાઇન જોઈ શકાય છે. એલઇડી ફ્લેશલાઇટની સાથે ફોનની પાછળની પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. કોકા-કોલા ફોન લાલ રંગમાં ઓફર કરવામાં આવશે.