Connect Gujarat
ટેકનોલોજી

શું તમે પણ Google chrome યુઝ કરો છો? તો સાવધાન..... સરકારે જાહેર કરી ચેતવણી, જાણો શું.......

Chrome એ દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝરમાનું એક માનવામાં આવે છે. જે ઇન્ટરનેટની કંપની ગૂગલ દ્વારા પેશ કરવામાં આવેલ છે.

શું તમે પણ Google chrome યુઝ કરો છો? તો સાવધાન..... સરકારે જાહેર કરી ચેતવણી, જાણો શું.......
X

Chrome એ દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝરમાનું એક માનવામાં આવે છે. જે ઇન્ટરનેટની કંપની ગૂગલ દ્વારા પેશ કરવામાં આવેલ છે. વેબ બ્રાઉઝર ભારતમાં લાખો માટે કમ્પ્યુટર અને મોબાઇલ ફોન બન્ને પર પસંદીદા માનવામાં આવે છે. બ્રાઉઝરની લોકપ્રિયતા પણ હેકર્સને એક સંભવિત લક્ષ્ય બનાવે છે. જો તમે પણ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો. તો તમારા માટે એક ચેતવણી છે. સાઇબર સુરક્ષા ખતરાઓથી નીપટવાવાળી સરકારી એજન્સી ઇંડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટિમે હાલમાં જ એક એલર્ટ નોટિસ જારી કરી છે.

· ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ કહ્યું છે કે ક્રોમ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ છે જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી CERT-In એ ક્રોમ બ્રાઉઝરને લઈને ઉચ્ચ સ્તરીય ચેતવણી કરતાં કહ્યું છે કે ક્રોમના ચોક્કસ વર્ઝનમાં સુરક્ષા ખામી છે જે ક્રોમના વિન્ડોઝ અને મેક બંને વર્ઝનમાં હાજર છે.

· બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, ગૂગલ ક્રોમમાં રહેલી ખામીઓને કારણે યુઝરની સાયબર સુરક્ષા જોખમમાં છે. હેકર્સ યુઝરની માહિતી ચોરવા માટે ફિશીંગ અને હેકિંગનો માર્ગ અપનાવી શકે છે. સાથે જ યુઝર્સની સિસ્ટમમાં માલવેર પણ ઇન્સ્ટોલ કરી શકાય છે.

· ગૂગલ ક્રોમને લઈને એજન્સીએ કહ્યું છે કે ઘણી ખામીઓ છે જે તમારા કોમ્પ્યુટરનું નિયંત્રણ હેકર્સને આપી શકે છે. આ ખામીઓની મદદથી હેકર્સ એ પણ જાણી શકે છે કે તમારા બ્રાઉઝરમાં કઈ પેમેન્ટ APE છે. Chrome માં આ ખામીઓ Prompts, Web Payment API, SwiftShader, Vulkan, Video અને WebRTC માં હાજર છે. આ ખામીઓની મદદથી હેકર્સને રિયલ ટાઈમમાં પણ ટ્રેક કરી શકાય છે.

Next Story