એડવાન્સ ફીચર્સ, આકર્ષક ડિઝાઈન અને લેટેસ્ટ ઈનોવેશનના કારણે દરેક લોકો iPhone ખરીદવાનું પસંદ કરે છે. Apple iPhone ને સ્ટેટસ સિમ્બોલના રુપે પણ જોવામાં આવે છે જેના કારણે લોકોની ઈચ્છા હોય છે કે Apple કંપનીનો iPhone ખરીદે. પરંતુ શું તમે જાણો છો કે આઈફોનમાં લખેલા i નો અર્થ શું છે?
એપલે દરેક પ્રોડક્ટની શરુઆતમાં i અમથું જ નથી લખ્યું, તેનું ઘણું મહત્વ છે. તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે iPhone, iMac, iPad અને iPodમાં લખેલા i નો એક નહીં પરંતુ પાંચ અર્થ છે. જો તમને એવું લાગી રહ્યું છે કે તેનો અર્થ ઈન્ટરનેટ સાથે છે તો તમે અમુક અંશે સાચા છો, પરંતુ તે ફક્ત એક અર્થ છે, ચાલો તમને જણાવીએ આખરે i ને બીજા કયાં-કયાં નામથી જાણવામાં આવે છે. રીડર્સ ડાઈજેસ્ટના રિપોર્ટ અનુસાર, Apple પ્રોડક્ટ્સની આગળ લખેલા i નો અર્થ ઈન્ટરનેટ, ઈન્ડિવિઝ્યુઅલ, ઈન્સ્ટ્રક્ટ, ઈન્ફોર્મ અને ઈન્સ્પાયર. યાદ અપાવી દઈએ કે 1998માં Steve Jobsએ આઈમેકના લોન્ચ સમયે i ના અર્થ વિશે જણાવ્યું હતું. i નો કોઈ ઓફિશિયલ અર્થ નથી, તે શબ્દ પર ફક્ત એટલા માટે ભાર મુકવામાં આવ્યો છે કારણકે સ્ટીવ જોબ્સે આ શબ્દનો ઉપયોગ ફક્ત પોતાના કર્મચારી અને ગ્રાહકોની કંપનીની વેલ્યુ શીખવવા માટે કર્યો હતો અને આ શબ્દ ફક્ત personal pronoun અને Instruction હતું.