Connect Gujarat
ટેકનોલોજી

1 ડિસેમ્બરથી છૂમંતર થઈ જશે તમારું ગૂગલ એકાઉન્ટ, ડેટા થઈ જશે હંમેશા માટે Delete....

ગુગુલે તેના યુઝર્સને એક મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ જાહેરાત કરી કે તેણે નિષ્ક્રિય ખાતાને દૂર કરવાની તૈયારીઓ કરી દીધી છે.

1 ડિસેમ્બરથી છૂમંતર થઈ જશે તમારું ગૂગલ એકાઉન્ટ, ડેટા થઈ જશે હંમેશા માટે Delete....
X

ગુગુલે તેના યુઝર્સને એક મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ જાહેરાત કરી કે તેણે નિષ્ક્રિય ખાતાને દૂર કરવાની તૈયારીઓ કરી દીધી છે. જો તમે પણ ઘણા લાંબા સમયથી ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ નથી કરતાં તો કંપની 1 ડિસેમ્બરથી તમારું એકાઉન્ટ ડિલીટ કરવાની શરૂઆત કરી દેશે. ટેકનોલોજી જાયન્ટે શનિવારે મેલ મોકલીને આ વિષે યુઝર્સને માહિતી આપી હતી. અહેવાલો અનુસાર ગૂગલે તમામ ગૂગલ ઉત્પાદનો અને સેવાઓ માટે નિષ્ક્રિય કરવાની મર્યાદા બે વર્ષ સુધી લંબાવી છે. googleએ માહિતી આપી હતી કે જે એકાઉન્ટનો 2 વર્ષથી ઉપયોગ કરવામાં આવ્યો નથી તેને સંભવિત રીતે ડિલીટ કરી શકાય છે. જો કે નોંધનીય છે કે આ ગૂગલના તે યુઝર્સને લાગુ નથી પડતો જે જેઓ તેમના ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કંપનીની કોઈ પ્રોડક્ટ કે સેવા માટે કરી રહ્યા છે અથવા બે વર્ષમાં કર્યો છે. એટલે કે, તે જરૂરી નથી કે તમે સીધા તમારા Google એકાઉન્ટમાં લોગ ઇન કર્યું હોય, અને જો તમે એકાઉન્ટ પર કોઈપણ Google સેવાનો ઉપયોગ કર્યો હોય, તો પણ એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે નહીં. જો કે, જો કોઈ વ્યક્તિનું Google એકાઉન્ટ બે વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય (Inactive) છે, અને તે એકાઉન્ટનો ઉપયોગ કોઈપણ Google પ્રોડક્ટ અથવા સેવાના ઍક્સેસ માટે કરવામાં આવ્યો નથી, તો તે એકાઉન્ટ 1 ડિસેમ્બર, 2023 થી કાઢી નાખવામાં આવશે.

Next Story