Connect Gujarat
ટેકનોલોજી

ISRO ની જાહેરાત : આદિત્ય L1એ પૃથ્વીની ભ્રમણકક્ષાનું ત્રીજુ મૈન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું….

ISROએ આજે વહેલી સવારે 2.30 વાગ્યે આ ઓપરેશન પૂર્ણ થવાની માહિતી X(ટ્વિટર) પર આપી હતી.

ISRO ની જાહેરાત : આદિત્ય L1એ પૃથ્વીની ભ્રમણકક્ષાનું ત્રીજુ મૈન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું….
X

ભારતનું પહેલું સુર્ય મિશન આદિત્ય L-1 સફળતાપૂર્વક ઉંચાઈ હાંસિલ કરી રહ્યું છે. ISROએ આજે વહેલી સવારે 2.30 વાગ્યે આ ઓપરેશન પૂર્ણ થવાની માહિતી X(ટ્વિટર) પર આપી હતી. ISROએ લખ્યું હતું કે મોરોશિયસ, બેંગલુરુ, SDSC-SHAR અને પોર્ટ બ્લેર ખાતેના ગ્રાઉન્ડ સ્ટેશનોએ આ ઓપરેશન દરમિયાન ઉપગ્રહને ટ્રેક કર્યો હતો. ISROના જણાવ્યા અનુસાર 15મી સપ્ટેમ્બરે સવારે 2 વાગ્યે આદિત્ય L-1ને ચોથી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ બાદ આદિત્ય L-1ને વધુ એક વાર ભ્રમણકક્ષા બદલવી પડશે. આ પછી ઉપગ્રહ ટ્રાન્સ લૈંગ્રેજિયન 1 ભ્રમણકક્ષામાં પહોંચી જશે. આદિત્ય L-1 18મી સપ્ટેમ્બરે પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર જતુ રહેશે, આ પોઈન્ટને પૃથ્વીનું એક્ઝિટ પોઈન્ટ પણ કહેવામાં આવે છે, કારણકે આ પોઈન્ટ બાદ પૃથ્વીની ગુરુત્વાકર્ષણની અસર ઓછી થઈ જશે.

Next Story