મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં 11,000 લોકોને છૂટા કર્યા છે. માર્કે આ છટણી માટે માફી પણ માંગી છે અને હવે ખુદ માર્ક ઝકરબર્ગના રાજીનામાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર, માર્ક ઝકરબર્ગ આવતા વર્ષે એટલે કે 2023માં રાજીનામું આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીના પ્રોજેક્ટ પછી મોટા ફેરફારોની તૈયારી ચાલી રહી છે, જોકે માર્ક ઝકરબર્ગના રાજીનામાના અહેવાલને મેટાના પ્રવક્તાએ નકારી કાઢ્યો છે. મેટાના સંદેશાવ્યવહારના વડા એન્ડી સ્ટોને રાજીનામાના અહેવાલોને અફવાઓ તરીકે ફગાવી દીધા છે.
$META - Mark Zuckerberg is set to resign next year: theleakhttps://t.co/lFZAfkydsG
— *Walter Bloomberg (@DeItaone) November 22, 2022
ધ લીક નામની વેબસાઈટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે માર્ક ઝકરબર્ગે કંપની છોડવા જઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ક ઝકરબર્ગે મેટાવર્સ પ્રોજેક્ટ પર પાણીની જેમ પૈસા ખર્ચ્યા, પરંતુ પરિણામ નથી આવી રહ્યા. આ ઉપરાંત કંપનીને નુકસાન પણ થઈ રહ્યું છે. માર્ક ઝુકરબર્ગના વીઆર પ્રોજેક્ટને પણ માર્કેટમાંથી બહુ રિસ્પોન્સ નથી મળી રહ્યો.