Connect Gujarat
ટેકનોલોજી

Oppo F21s Pro : 30x ઝૂમ અને શાનદાર ડિઝાઈન સાથેનો સ્માર્ટફોન આ દિવસે થશે લોન્ચ.!

સ્માર્ટફોન બ્રાન્ડ Oppoએ તેના નવા સ્માર્ટફોન સીરીઝ Oppo F21s Pro સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ સીરીઝ ભારતમાં 15 સપ્ટેમ્બરે લોન્ચ થશે.

Oppo F21s Pro : 30x ઝૂમ અને શાનદાર ડિઝાઈન સાથેનો સ્માર્ટફોન આ દિવસે થશે લોન્ચ.!
X

સ્માર્ટફોન બ્રાન્ડ Oppoએ તેના નવા સ્માર્ટફોન સીરીઝ Oppo F21s Pro સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ સીરીઝ ભારતમાં 15 સપ્ટેમ્બરે લોન્ચ થશે. સીરીઝ હેઠળ Oppo F21s અને Oppo F21s Pro ફોન રજૂ કરવામાં આવશે. નવી સીરીઝ અંગે કંપનીનો દાવો છે કે તેમાં 30x ઝૂમ સપોર્ટ આપવામાં આવશે. ઉપરાંત બંને ફોનમાં 8 GB સુધીની રેમ સાથે 128 GB સુધી સ્ટોરેજ મળશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં કંપનીએ ભારતમાં Oppo F21 Pro અને Oppo F21 Pro 5G લોન્ચ કર્યો હતો.

ફોનના લોન્ચિંગ પહેલા જ તેના ફીચર્સ અંગે દાવા કરવામાં આવી રહ્યા છે. Leaks અનુસાર Oppo F21s Proમાં 64-મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. જેમાં LED ફ્લેશ લાઇટ પણ સપોર્ટ કરશે. આ સાથે ફોનમાં 2-મેગાપિક્સલનો મેક્રો અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવશે. ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ મળી શકે છે.

નવા લીક થયેલા રિપોર્ટ અનુસાર Oppo F21 Pro સાથે ત્રણ રિયર કેમેરા ઉપલબ્ધ હશે, જેમાં પ્રાથમિક લેન્સ 64 મેગાપિક્સલનો હશે. ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4500mAh બેટરી મળશે. સ્નેપડ્રેગન 680 પ્રોસેસર Oppo F21 Pro સીરીઝના 4G મોડલમાં અને 5G મોડલમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર ઉપલબ્ધ થશે.

ફોનને ડાઉનલાઇટ ગોલ્ડ અને સ્ટારલાઇટ બ્લેક કલરમાં ઓફર કરવામાં આવશે. ફોન સાથે ઓર્બિટ લાઇટ ફીચર સપોર્ટ આપી શકાય છે. ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો, ફિંગરપ્રિન્ટ સેન્સર યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જેક સાથે સપોર્ટેડ હશે.

Next Story