Connect Gujarat
ટેકનોલોજી

ચંદ્રની કક્ષા છોડીને પૃથ્વીની કક્ષા પર પાછું ફર્યું પ્રોપલ્શન મોડ્યુલ, ISROએ આપી માહિતી....

ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનનું પાછું લાવવામાં. હાલમાં મોડ્યુલ માટે સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

ચંદ્રની કક્ષા છોડીને પૃથ્વીની કક્ષા પર પાછું ફર્યું પ્રોપલ્શન મોડ્યુલ, ISROએ આપી માહિતી....
X

ભારતે ચંદ્રયાનનું સફળ લોંચિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. પ્રજ્ઞાન અને રોવરે સફળતાપૂર્વક લેંડિંગ કરીને કામગીરી પૂરી પાડી છે. જો કે બાદમાં પ્રજ્ઞાન અને વિક્રમ બન્ને ડિએક્ટિવ થઈ ગયા હતા. પરંતુ મિશન ચંદ્રયાન તો સફળ જ રહ્યું છે. ત્યારે હવે ISRO એ એક અનોખા પ્રયોગ હેઠળ ચંદ્રયાન 3 ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાં મૂક્યું છે.

ચંદ્રયાન 3 નો મુખ્ય ઉદ્દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક સોફટ લેંડિંગ કરવાનો હતો અને લેન્ડર “વિક્રમ” અને રોવર “પ્રજ્ઞાન” પર ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને નવા પ્રયોગો કરવાનો હતો. આ અવકાશયાનને LVM3-M4 રોકેટ દ્વારા 14 જુલાઇ 2023 ના રોજ સતિશ ધવન સ્પેસ સેંટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્ર ભ્રમણકક્ષામાંથી પ્રોપલ્શન મોડયુલ્સને પાછા લાવવાના પ્રયોગનો મુખ્ય ફાયદો આગામી મિશનની યોજના કરતી વખતે થશે. ખાસ કરીને ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનનું પાછું લાવવામાં. હાલમાં મોડ્યુલ માટે સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે પ્રારંભિક તબકકામાં છે.

Next Story