Connect Gujarat
ટેકનોલોજી

ભારતમાં 80W ચાર્જિંગ અને E4 AMOLED ડિસ્પ્લે સાથે Realme GT Neo 3T થયો લોન્ચ, જાણો કિંમત!

Realmeએ ભારતમાં GT Neo સિરીઝનો નવો ફોન Realme GT Neo 3T લૉન્ચ કર્યો છે.

ભારતમાં 80W ચાર્જિંગ અને E4 AMOLED ડિસ્પ્લે સાથે Realme GT Neo 3T થયો લોન્ચ, જાણો કિંમત!
X

Realmeએ ભારતમાં GT Neo સિરીઝનો નવો ફોન Realme GT Neo 3T લૉન્ચ કર્યો છે. Realme GT Neo 3T 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.62-ઇંચ E4 AMOLED ડિસ્પ્લે ધરાવે છે. Realme GT Neo 3Tમાં સ્નેપડ્રેગન 870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Realme GT Neo 3T સાથે 5G કનેક્ટિવિટી છે અને 80W સુપરડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ પણ છે. દાવો કરવામાં આવે છે કે માત્ર 12 મિનિટમાં 50 ટકા બેટરી ચાર્જ થઈ જશે.

Realme GT Neo 3T ના 6 GB રેમ સાથે 128 GB સ્ટોરેજની કિંમત 29,999 રૂપિયા છે, જ્યારે 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજની કિંમત 31,999 રૂપિયા અને 256 GB સ્ટોરેજ સાથે 8 GB RAM ની કિંમત 33,999 રૂપિયા છે. Realme GT Neo 3Tનું વેચાણ 23 સપ્ટેમ્બરથી Realmeની સાઇટ અને તમામ સ્ટોર્સ પરથી થશે. Realme GT Neo 3Tને ડેશ યલો, ડ્રિફ્ટિંગ વ્હાઇટ અને શેડ બ્લેક કલરમાં ખરીદી શકાય છે.

Realme GT Neo 3Tમાં Android 12 સાથે Realme UI 3.0 છે. Realme GT Neo 3Tમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.62-ઇંચની પૂર્ણ HD+ E4 AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેની બ્રાઇટનેસ 1,300 nits છે અને HDR10+ પણ સપોર્ટેડ છે. ફોનમાં 8GB સુધીની LPDDR4x રેમ અને 5GB સુધીની ડાયનેમિક રેમ સાથે સ્નેપડ્રેગન 870 પ્રોસેસર પણ છે. ફોન સ્ટેનલેસ સ્ટીલ વેપર કૂલિંગ સિસ્ટમ સાથે પણ આવે છે.

Realme GT Neo 3Tમાં ત્રણ રિયર કેમેરા છે જેમાં પ્રાથમિક લેન્સ 64 મેગાપિક્સલનો છે અને તેનું અપર્ચર f/1.8 છે. બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ અને ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો છે. ફ્રન્ટમાં 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. જેનું અપર્ચર f/2.45 છે.

Realme GT Neo 3Tમાં Wi-Fi, 5G, 4G LTE, Bluetooth v5.2, NFC અને USB Type-C પોર્ટ છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તે 80W સુપરડાર્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5000mAh બેટરી ધરાવે છે. તેમાં ડોલ્બી સ્પીકર છે અને કુલ વજન 194.5 ગ્રામ છે.

Next Story