સ્માર્ટફોનના વપરાશકર્તાઓ માટે દિવાળી પહેલાં એક સારા સમાચાર આવ્યાં છે. રીલાયન્સ જીઓ અને ગુગલના સંયુકત ઉપક્રમે તૈયાર કરાયેલો જીઓ નેકસ્ટ સ્માર્ટ ફોન બજારમાં આવી ગયો છે. જિયો ફોનને સફળતા મળ્યા બાદ રિલાયન્સ જિઓએ ગૂગલ સાથે મળીને નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનને જિઓ ફોન નેક્સ્ટ નામ આપવામાં આવ્યું છે. જિઓ ફોન નેક્સ્ટ જે કિંમતે લૉંચ કરવામાં આવ્યો છે, તે કિંમતે આજ સુધી એક પણ ફોન લોન્ચ કરવામાં આવ્યો નથી. આ સ્માર્ટફોનને રૂ. 1999 ડાઉન પેમેન્ટ ભરીને ખરીદી શકાય છે. બાકીની રકમ હપ્તેથી ચૂકવી શકો છો. બાકીની રકમની ચૂકવણી 18 મહિનામાં અથવા 24 મહિનામાં કરી શકો છો. જો તમે રોકડેથી ફોન ખરીદવા ઈચ્છો છો તો તમારે રૂ. 6,499 ચૂકવવાના રહેશે.
જીઓના સ્માર્ટફોનનું મોડલ અન્ય સ્માર્ટફોન જેવું જ છે, પરંતુ તે અંદરથી ખૂબ જ અલગ છે. જેની કિંમત પણ ખૂબ જ ઓછી છે. આ સ્માર્ટફોનથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન માર્કેટની સૌથી મોટી મુશ્કેલી સોલ્વ થઈ ગઈ છે. ઘણીવાર સ્માર્ટફોન ધીમો ચાલવા લાગે છે અને અપડેટ્સ આવતી નથી. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન QM215 ચિપસેટ આપવામાં આવી છે, જેમાં 2GB RAM અને 32GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની ઓપરેટીંગ સીસ્ટમ એન્ડ્રોઇડ ગો પર આધારિત છે. 720×1140 સાઈઝની સ્ક્રીન બ્રાઈટ અને રિસ્પોન્સિવ છે. જેમાં ફિંગરપ્રિન્ટ ક્લિઅર જોવા મળે છે ગૂગલની કેટલીક જરૂરી એપ્લિકેશનની સાથે સાથે મહત્વની એપ્લિકેશન છે.