Connect Gujarat
ટેકનોલોજી

Samsung Balance Mouse : ઓવરવર્કિંગ અને ઓવરટાઇમ કરવાથી માઉસ ભાગી જશે, જાણો શું છે કોન્સેપ્ટ.!

સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે અનોખી રીતે ડિઝાઈન કરેલું કમ્પ્યુટર માઉસ રજૂ કર્યું છે. સામાન્ય માઉસ જેવા દેખાતા આ માઉસમાં એક ખાસ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

Samsung Balance Mouse : ઓવરવર્કિંગ અને ઓવરટાઇમ કરવાથી માઉસ ભાગી જશે, જાણો શું છે કોન્સેપ્ટ.!
X

સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે અનોખી રીતે ડિઝાઈન કરેલું કમ્પ્યુટર માઉસ રજૂ કર્યું છે. સામાન્ય માઉસ જેવા દેખાતા આ માઉસમાં એક ખાસ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ માઉસ વપરાશકર્તાઓને ચોક્કસ સમય પછી કામ કરતા અટકાવે છે અને ઓવરટાઇમ કામ કરતી વખતે તેના વ્હીલનો ઉપયોગ કરીને દૂર ખસી જાય છે.

સેમસંગે કંપનીની કોરિયન યુટ્યુબ ચેનલ પર તેના બેલેન્સ માઉસનો વીડિયો રિલીઝ કર્યો છે. આ મુજબ માઉસને કોન્સેપ્ટ રાઉન્ડ પર રજૂ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ માઉસ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. કંપનીએ તેને એક એડ એજન્સી સાથે મળીને તૈયાર કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરિયામાં વર્ક લાઈફને બેલેન્સ કરવા માટે આ બેલેન્સ માઉસ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે.

સેમસંગે આ વીડિયોમાં કહ્યું છે કે ઓફિસના મોટાભાગના કર્મચારીઓ નિર્ધારિત સમય કરતા વધુ કામ કરે છે. તેમના પર ઓફિસ છોડતા પહેલા કામ પૂર્ણ કરવા માટે વધારાનું દબાણ હોય છે અને તેઓ વધારે કામ કરવા લાગે છે. આ સમસ્યાને ઉકેલવા માટે, કંપનીએ એક માઉસ બનાવ્યું છે જે ઓવરવર્કિંગની સમસ્યાને દૂર કરશે.

કંપનીએ વધુમાં કહ્યું કે આ કોઈ સામાન્ય માઉસ નથી, કર્મચારીઓને વધારે કામ કરતા અટકાવવા માટે પણ તેમાં એક ફીચર આપવામાં આવ્યું છે. જ્યારે તમે ઓવરટાઇમ કામ કરો છો ત્યારે આ સુવિધા સક્રિય થાય છે. તે હાથની હિલચાલ શોધી કાઢે છે અને તક મળતાં જ તેના વ્હીલ્સનો ઉપયોગ કરીને દૂર ખસી જાય છે. આ પછી, જો તમે માઉસને બળપૂર્વક પકડવાનો પ્રયાસ કરો છો, તો તેનો મુખ્ય ભાગ બહાર આવે છે અને તે કામ કરવાનું બંધ કરી દે છે.

Next Story