Connect Gujarat
ટેકનોલોજી

iQOO Neo9 સિરીઝના લોન્ચિંગની આવી નવી અપડેટ, કંપનીએ કર્યું નવું ટીઝર લોન્ચ..!

iQOO તેના વપરાશકર્તાઓ માટે Neo9 સિરીઝ લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

iQOO Neo9 સિરીઝના લોન્ચિંગની આવી નવી અપડેટ, કંપનીએ કર્યું નવું ટીઝર લોન્ચ..!
X

iQOO તેના વપરાશકર્તાઓ માટે Neo9 સિરીઝ લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અત્યાર સુધી, iQOO Neo9 અને Neo9 Pro સ્માર્ટફોનના લોન્ચિંગની તારીખ અંગેની માહિતી સ્પષ્ટ નથી. હવે કંપનીએ બંને સ્માર્ટફોનની લૉન્ચ તારીખને લઈને સત્તાવાર માહિતી આપી છે.

કંપનીએ નવું ટીઝર રિલીઝ કર્યું

iQOO Neo9 અને Neo9 Pro સ્માર્ટફોનને લઈને એક નવું ટીઝર સામે આવ્યું છે. આ ટીઝર સાથે, બંને ફોનની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી છે. કંપનીએ નવા ટીઝર સાથે સત્તાવાર માહિતી આપી છે કે iQOO Neo9 અને Neo9 Pro બંને ફોન આ વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં લોન્ચ થઈ રહ્યા છે.

iQOO Neo9 સિરીઝની ડિઝાઇન

નવા ટીઝર સાથે કંપનીના આવનારા સ્માર્ટફોનની ડિઝાઈન પણ સામે આવી છે.ટીઝરમાં જોઈ શકાય છે કે, ફોનને સફેદ અને લાલ ડ્યુઅલ ટોન ડિઝાઈન સાથે લાવવામાં આવી રહ્યો છે.

આ ફોનની પાછળની ડિઝાઇન છે. ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ રિયર કેમેરા જોવા મળે છે. આ સાથે ફોન પ્લાસ્ટિકની ફ્રેમ સાથે જોવા મળે છે.

iQOO Neo9 સિરીઝની અપેક્ષિત સુવિધાઓ

• iQOO Neo9 ને Snapdragon 8 Gen 2 ચિપસેટ સાથે લાવી શકાય છે.

• Vivo X100 જેવા નવા ફોનના Sony IMX920 સેન્સર હોઇ શકે છે

• iQOO Neo9 અને Neo9 Pro સ્માર્ટફોન 120W ફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે લાવી શકાય છે.

• iQOO Neo9 અને Neo9 Pro સ્માર્ટફોન 6.78 ઇંચની સ્ક્રીન અને કર્વ્ડ ગ્લાસ બેક કવર સાથે લાવી શકાય છે.

તમને જણાવી દઈએ કે, iQOO Neo9 અને Neo9 Pro સ્માર્ટફોનના સ્પેક્સને લઈને હાલમાં કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Next Story