Connect Gujarat
ટેકનોલોજી

Apple iPhone 15 સિરીઝ’ની કિંમત મોંઘી નથી, ભારત કરતાં આ દેશોમાંથી iPhone ખરીદો ઓછી કિંમતે..!

Apple એ ગઈ કાલે 12 સપ્ટેમ્બરે આયોજિત તેની મેગા ઇવેન્ટ (Apple Wonderlust Event 2023)માં નવી iPhone સિરીઝ (Apple iPhone 15 Series) રજૂ કરી છે.

Apple iPhone 15 સિરીઝ’ની કિંમત મોંઘી નથી, ભારત કરતાં આ દેશોમાંથી iPhone ખરીદો ઓછી કિંમતે..!
X

Apple એ ગઈ કાલે 12 સપ્ટેમ્બરે આયોજિત તેની મેગા ઇવેન્ટ (Apple Wonderlust Event 2023)માં નવી iPhone સિરીઝ (Apple iPhone 15 Series) રજૂ કરી છે. એપલે નવી સિરીઝમાં 4 નવા iPhone મોડલ રજૂ કર્યા છે. આ સાથે સીરીઝના તમામ મોડલની કિંમતો પણ જાહેર કરવામાં આવી છે. ભારતમાં iPhone 15 સિરીઝની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે.

શું તમે જાણો છો કે, તમે એકદમ નવા iPhone મોડલ પણ ઓછી કિંમતે ખરીદી શકો છો.! હા, અમે મજાક નથી કરી રહ્યા. વાસ્તવમાં, એવા ઘણા દેશો છે કે, જ્યાં આઇફોન મોડલ ભારત કરતાં ઓછી કિંમતે ખરીદી શકાય છે. Apple એ ગઈ કાલે 12 સપ્ટેમ્બરે આયોજિત તેની મેગા ઇવેન્ટ (Apple Wonderlust Event 2023)માં નવી iPhone સિરીઝ (Apple iPhone 15 Series) રજૂ કરી છે. એપલે નવી સિરીઝમાં 4 નવા iPhone મોડલ રજૂ કર્યા છે. આ સાથે સીરીઝના તમામ મોડલની કિંમતો પણ જાહેર કરવામાં આવી છે. ભારતમાં તેની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે, અને 1,99,900 રૂપિયા સુધી જાય છે. iPhone 15 અને iPhone 15 Plus 3 સ્ટોરેજ વેરિઅન્ટમાં લાવવામાં આવ્યા છે. બીજી તરફ, iPhone 15 Proને 4 સ્ટોરેજ વેરિઅન્ટ સાથે ખરીદી શકાય છે. iPhone 15 Pro Max 3 સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.

• iPhone 15

- 128GB: Rs/- 79,900

- 256GB: Rs/- 89,900

- 512GB: Rs/- 1,09,900

•iPhone 15 Plus

- 128GB: Rs/- 89,900

- 256GB: Rs/- 99,900

- 512GB: Rs/- 1,19,900

• iPhone 15 Pro

- 128GB: Rs/- 1,34,900

- 256GB: Rs/- 1,44,900

- 512GB: Rs/- 1,64,900

- 1TB: Rs/- 1,84,900

•iPhone 15 Pro Max

- 256GB: Rs/- 1,59,900

- 512GB: Rs/- 1,79,900

- 1TB: Rs/- 1,99,900

આઇફોનની કિંમતની વાત કરીએ તો તુર્કી અને બ્રાઝિલ પછી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોંઘો દેશ છે. એટલે કે, ઘણા એવા દેશો છે જ્યાંથી તમે સસ્તામાં iPhone ખરીદી શકો છો. આઈફોન 14ની જ વાત કરીએ તો ભારતની સરખામણીએ અમેરિકા, જાપાન, હોંગકોંગ અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં આઈફોન ઓછી કિંમતે વેચાય છે. આઇફોન 15 સીરીઝની વાત કરીએ તો, તમે યુએઇ અને થાઇલેન્ડમાં ઓછી કિંમતે આઇફોનનું નવું મોડલ મેળવી શકો છો.

Next Story