Connect Gujarat
ટેકનોલોજી

આજે વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ થશે,મસ્કે કહ્યું- 'સફળતા મળે કે ન મળે પણ એક્સાઇટમેન્ટ જબરૂં છે!

આ તસ્વીરો છે સ્ટેનલેસ સ્ટીલથી બનેલા સ્ટારશિપની , જે સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે,

આજે વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ થશે,મસ્કે કહ્યું- સફળતા મળે કે ન મળે પણ એક્સાઇટમેન્ટ જબરૂં છે!
X

આ તસ્વીરો છે સ્ટેનલેસ સ્ટીલથી બનેલા સ્ટારશિપની , જે સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે વિશ્વના બીજા સૌથી ધનીક ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની છે. સ્ટારશિપ તેની પ્રથમ ઓર્બિટલ ટેસ્ટ ફ્લાઇટ માટે તૈયાર છે. તેને 17 એપ્રિલે એટલે કે આજે સાંજે 5.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. ઇલોન મસ્કે આ વિશે ટ્વિટ કર્યું- 'સક્સેસ મે બી, એક્સાઈટમેન્ટ ગારંટીડ!' તેનો અર્થ એ કે સફળતા મળી શકે છે, પરંતુ એક્સાઈટમેન્ટની ગેરંટી છે. આ તસવીર મહત્વપૂર્ણ છે કારણ કે માત્ર આ સ્પેસશીપ જ મનુષ્યને ઈન્ટરપ્લેનેટરી બનાવશે. એટલે કે તેની મદદથી પ્રથમ વખત માણસ પૃથ્વી સિવાયના બીજા ગ્રહ પર પગ મૂકશે. ઈલોન મસ્ક 2029 સુધીમાં મનુષ્યને મંગળ પર લઈ જવા અને ત્યાં કોલોની વસાવવા માંગે છે. આ સ્પેસશીપ એક કલાકથી પણ ઓછા સમયમાં માનવીને દુનિયાના કોઈપણ ખૂણે લઈ જવા માટે સક્ષમ હશે. સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને સુપર હેવી રોકેટ એકસાથે રિયુજેબલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બનાવે છે જે ભ્રમણકક્ષામાં રિફ્યુલિંગ કરવામાં સક્ષમ છે. આ સિસ્ટમ મંગળની સપાટી પર હાજર નેચરલ H2o અને Co2ના સંસાધનોમાંથી પણ રિફ્યુઅલ કરી શકે છે. મંગળ પર મનુષ્યોને મોકલવાની વાત કરતાં, સ્ટારશિપ સુપર હેવી બૂસ્ટર સાથે લોન્ચ કરવામાં આવશે. તે પછી બૂસ્ટર અલગ થઈ જશે અને પૃથ્વી પર પરત આવશે.

Next Story